હજૂ પણ યુક્રેનની સરહદે સેના વધારી રહ્યું છે રશિયા, નાટો-અમેરિકાનો દાવો

વોશિંગ્ટન, યુએસ અને નાટોએ જણાવ્યું છે કે, રશિયા હજૂ પણ યુક્રેનની સરહદ પાસે સેના જમાવી રહ્યું છે. નોંધનીય છે કે, રશિયાના સંભવિત હુમલા વચ્ચે યુક્રેનના લોકોએ બુધવારના રોજ દેશનો ધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાયું હતું. યુક્રેન સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સંરક્ષણ મંત્રાલય પર થયેલો સાયબર હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે.
રશિયાના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, યુક્રેનની સરહદ પરથીસેનાને હટાવવામાં આવી રહી છે. રશિયાએ ૨૦૧૪માં યુક્રેનમાંથી મોસ્કો દ્વારા જપ્ત કરાયેલી ટેન્ક અને અન્ય લડાયક વાહનોને દર્શાવતો એક વીડિયો પણ શેર કર્યો છે.
એક વરિષ્ઠ પશ્ચિમી ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયન હુમલાની ધમકી સમગ્ર ફેબ્રુઆરી દરમિયાન ચાલુ રહેશે, રશિયા હજૂ પણ ચેતવણી વિનાયુક્રેન પર હુમલો કરી રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે, આગામી મહિનાઓમાં આ સંકટ વધુ વધી શકે છે.
યુરેશિયા ડેમોક્રેટિક ઇનિશિયેટિવના ડિરેક્ટર પીટરઝાલ્માયેવે જણાવ્યું હતું કે, ઉંદર-બિલાડીની રમતની શરૂઆત સાથે જ કટોકટી અનિશ્ચિત સમય સુધી ચાલુ રહી શકે છે.
જ્યારે નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલેન બર્ગેકહ્યું હતું કે, સૈનિકો અને ટેન્કોને આગળ, પાછળ મોકલવા એ પુરાવા નથી કે લશ્કરી દળો પાછા જઈ રહ્યા છે. આપણે જે જાેઈ શકીએ છીએ તે મુજબ સેનાઓની સંખ્યાવધી રહી છે અને તેઓ આગળ વધી રહ્યા છે.
તેથી, હજૂ સુધી યુદ્ધના અંતના કોઈ અણસાર નથી. એસ્ટોનિયામાં લશ્કરી તાકાત બમણી કરી શકે છે યુકે સ્ટોલેનબર્ગે કહ્યું કે, નાટો સેટેલાઇટ ઇમેજ સાબિત કરી શકે છે કે રશિયા સૈન્ય પાછું ખેંચી રહ્યું નથી. તે જ સમયે, બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વોલેસે કહ્યું કે, યુકેએસ્ટોનિયામાં તેની સેનાને બમણી કરી શકે છે. નોંધનીય છે કે, બુધવારના રોજ વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જાે બાઇડને યુક્રેનની સંપ્રભુતા પ્રત્યેપોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.HS