હડતાળમાં રાજકોટના ડોક્ટરો કોરોના વોરિયર સર્ટિફિકેટ પરત કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Rajkot.jpeg)
રાજકોટ, છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યના મેડિકલ ઓફીસરની હડતાળ ચાલી રહી છે. રાજકોટના ડોક્ટરોએ પ્રજાની સહાનુભૂતિ જીતવા માટે કેટલાક કાર્યક્રમની જાહેરાત કરી છે તેમાં કોરોના વોરિયર તરીકે આપેલા સર્ટિફિકેટ પરત આપવાનો પણ સમાવેશ થાય છે.
રાજકોટની PDU હોસ્પિટલ ખાતે આંદોલનમાં જોડાયેલા ડોક્ટર આજે ચક્ષુ દાન અને દેહદાનના સંકલ્પ કરતા પત્રો સામુહિક રીતે ભરશે એવું આંદોલનકારી ડોક્ટરોએ એક યાદીમાં જણાવ્યું છે.
ગુરૂવારે ડોક્ટરોએ બ્લડ ડોનેશન કરવાની જાહેરાત કરી છે જ્યારે શુક્રવારના રોજ કાળા ડ્રેસ કોડ સાથે કેમ્પસ રેલી કરી સુપ્રિન્ટેન્ડન્ટને કોરોના વોરિયરના સર્ટિફિકેટ પરત કરવા માટે જાહેરાત કરી છે.
આ ઉપરાંત, શનિવાર, તા. 9ના રોજ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કેમ્પસની સાફ સફાઈ કરવા માટેની જાહેરાત કરી છે.