હડતાળ પર હોવા છતાં રામનવમીની શોભાયાત્રાનો રૂટ સફાઈ કામદારોએ સાફ કરી આપ્યો

સફાઈ કામદારોની માનવતા મહેંકી ઉઠી -હડતાળ છતાં આમોદમાં રામનવમીની શોભાયાત્રાનો રૂટ રાતોરાત સાફ કરી આપ્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો અને વિપક્ષી નેતાની લાગણીને માન આપી સ્વચ્છતા કરી આપી. આમોદ પાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ છેલ્લા ઘણા સમયથી તેમની પડતર માંગણીઓને લઈને પ્રતીક ઉપવાસમાં બેઠા હતાં.
તેમજ પાલિકાએ સરર્ક્યુલર ઠરાવ તેમજ સામાન્ય સભામાં સફાઈ કામદારોના પ્રતિનિધિઓને ફરજમાં પરત લેવા અંગે ઠરાવ કરવા છતાં તેનું કોઈ નિરાકાર નહીં આવતા સફાઈ કામદારો પણ તેમના પ્રતિનિધિઓના સમર્થનમાં સંપૂર્ણ હડતાળમાં જાેડાઈ ગયા હતા.
જેથી આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયો હતું.ત્યારે આમોદમાં ચૈત્ર સુદ નોમ રામનવમી હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું.પરંતુ જે શોભાયાત્રાના માર્ગમાં ઠેર – ઠેર કચરાના ઢગલા થતાં
કેટલાક હિન્દૂ યુવાનોએ તેમજ આમોદ પાલિકાના નવ નિયુક્ત પ્રમુખે સફાઈ માટે વિનંતી કરતા આમોદ પાલિકાના સફાઈ કામદારોનું દિલ પીગળી ગયું હતું.અને તેઓ પોતે પણ હિન્દૂ હોવાથી એક દિવસ પૂરતું શોભાયાત્રા રૂટ ઉપર રાતોરાત સાફસફાઈ કરી પોતાની હિન્દૂ સમાજ પ્રત્યે માનવતા મહેકાવી હતી. તેમજ ભગવાન રામચંદ્ર પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.
આ બાબતે આમોદ પાલિકાના કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે જણાવ્યું હતું કે ભગવાન રામની શોભાયાત્રા હોય અને નગરમાં ઠેર ઠેર ગંદકી હોય અમો તથા નગર પ્રમુખ શાંતાબેન રાઠોડ, પાલિકા સદસ્ય રમેશભાઈ વાઘેલા, કમલેશભાઈ સોલંકી,કૈલાસબેન વસાવા,રણછોડભાઈ રાઠોડ, વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈએ સફાઈ કામદારના પ્રતિનિધિઓને નગરના શોભાયાત્રામાં આવતા રૂટ સાફ સફાઈ કરવા વિનંતી
કરતાં સફાઈ કામદારોએ એક દિવસ પૂરતી સાફ સફાઈ કરી આપી હતી. તેમજ ભવિષ્યમાં પણ સફાઈ કામદારોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું હતું. સફાઈ કામદારના પ્રદેશ ઉપાધ્યક્ષ મનહરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જાે યુવાનો રામનવમીનો ઉત્સાહ સાથે ઉજવણી કરતાં હોય
ત્યારે અને મને સફાઈ કામ માટે વિનંતી કરતાં અમો પણ એક હિન્દૂ સમાજના હોવાને કારણે તેમજ પાલિકાના પ્રમુખ, ચૂંટાયેલા સદસ્યો અને વિપક્ષી નેતાને માન આપી એક દિવસ પૂરતી સફાઈ કરી આપી છે.