Western Times News

Gujarati News

હતાશ વિપક્ષ ઉપર મોદીના કવિતા મારફતે તીવ્ર પ્રહારો

File

અધિર રંજન, ગુલામનબી અને ડાબેરી સહિતના નેતાઓ પર સીએએ, આર્થિક, ૩૭૦ના મુદ્દાને લઇ પ્રહારો
નવીદિલ્હી,  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા અને રાજ્યસભામાં નિવેદન કર્યું હતું અને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોની જારદાર ઝાટકણી કાઢી હતી. કવિતાઓનો ઉલ્લેખ કરીને કેટલીક વખત કોંગ્રેસના સભ્યોને હોબાળો કરવાની ફરજ પાડી હતી જ્યારે કેટલીક વખત માહોલને હળવો કરવાના પ્રયાસ કર્યા હતા

જે દરમિયાન ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. મોદીએ નાગરિક સુધાર કાનુન પર વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ આપ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ગૃહમાં વારંવાર એ દર્શાવવાના પ્રયાસ થયા હતા કે જે હિંસા થઇ તે પ્રદર્શન છે. અહીં વારંવાર દર્શાવવાના પ્રયાસ થયા હતા કે, પ્રદર્શનના નામ પર જે અરાજકતા ફેલાવવામાં આવી, જે હિંસા થઇ તેને જ આંદોલનના અધિકાર તરીકે ગણવામાં આવ્યા હતા.

વારંવાર બંધારણના નામ ઉપર અને તેના નામ ઉપર ગેરબંધારણીય ગતિવિધિને છુપાવવાના પ્રયાસ થયા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસની મજબુરીને સમજે છે પરંતુ કેરળના લેફ્ટ ફ્રન્ટના સાથીઓને સમજવાની જરૂર છે કે, ત્યાંના મુખ્યમંત્રીએ વિધાનસભામાં કબૂલાત કરી છે કે, કેરળમાં જે દેખાવો થયા તેમાં અલગતાવાદી તાકાતો સામેલ હતી. કઠોર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.

જે અરાજકતાથી કેરળમાં મુખ્યમંત્રી પરેશાન હતા તેનું સમર્થન દિલ્હી અથવા દેશના અન્ય ભાગોમાં કઇરીતે કરી શકાય છે. વડાપ્રધાને સીએએને લઇને પણ જારદાર રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૨૪ કલાક લઘુમતિઓની વાત કોંગ્રેસના લોકો કરતા રહે છે પરંતુ ભુતકાળની ભૂલોના લીધે પડોશી દેશોમાં લઘુમતીઓની જે હાલત થઇ છે, તેમને જે પીડા થઇ છે તે અંગે કોંગ્રેસને ક્યારે પણ મુદ્દા ઉઠાવવાની વાત દિમાગમાં આવતી નથી. આવા સંવેદનશીલ મુદ્દા ઉપર ભયભીત કરવાના બદલે સાચી માહિતી આપવામાં આવે તે જરૂરી છે. મોદીએ લાલ બહાદુર શા†ીના જુના નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂર્વ પાકિસ્તાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બીજી બાજુ રાજ્યસભામાં હતાશ વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા. આશરે ૪૫ સભ્યોના ભાષણ ઉપર વડાપ્રધાને ત્યારબાદ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સંસદ આને લઇને ગર્વ કરી શકે છે કે, અગાઉનું સત્ર ઉપયોગી રહ્યું હતું. આના માટે તમામ લોકો પ્રશંસાના પાત્ર છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જેવા વરિષ્ઠ અર્થશા†ીઓની ઉપÂસ્થતિમાં આર્થિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાથી ચોક્કસપણે ફાયદો થશે. ગુલામ નબી આઝાદનો ઉલ્લેખ કરીને તેમની ઝાટકણી કાઢી હતી. જમ્મુ કાશ્મીરમાં એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવી ચુક્યા છે. રાજ્યસભામાં મોદીના ભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા સહિતના નેતાઓ ઉપર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અને તેમના સાથીઓ આ દેશના રાષ્ટ્ર નિર્માતાઓને પણ વોટબેંકની રાજનીતિના કારણે ભુલવા લાગી ગયા છે.

રાહુલ ઉપર પણ વડાપ્રધાને જારદાર પ્રહારો કર્યા હતા. મોદીએ આર્થિક મુદ્દાઓ ઉપર પણ વાત કરી હતી. નાના સ્થળો ઉપર ડિજિટલ ટ્રાÂન્ઝક્શન સૌથી વધારે જાવા મળી રહ્યા છે. ટીયર-૨ અને ટીયર-૩ શહેરો ઝડપથી આગળ વધી રહ્યા છે. જીએસટીને લઇને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, જા કોંગ્રેસના નેતાઓ પાસે આટલું જ્ઞાન હતું તો પહેલાથી જ લટાવીને રાખવાના કયા કારણો હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.