હત્યાની આશંકા પર પીએમ શરીફે વધારી ઇમરાન ખાનની સુરક્ષા

File
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પૂર્વ પ્રધાનમંત્રી ઇણરાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. ખાને બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે તેમની હત્યાનું ષડયંત્ર પાકિસ્તાન અને વિદેશમાં રચવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જાે તેમની સાથે કંઈ દુર્ઘટના થાય તો લોકોને ગુનેગારો વિશે એક વીડિયો સંદેશના માધ્યમથી જાણકારી મળી જશે જેને તેમણે હાલમાં રેકોર્ડ કર્યો છે અને એક સુરક્ષિત જગ્યાએ રાખ્યો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટમાં એક રેલીને સંબોધિત કરતા પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યુ કે, મારો જીવ લેવાનું ષડયંત્ર ચાલી રહ્યુ છે. મને આ ષડયંત્ર વિશે જાણકારી મળી હતી. મારા વિરુદ્ધ દેશ-વિદેશમાં બંધ રૂમમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
મેં આ ષડયંત્ર વિશે એક વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં સામેલ તમામ લોકોના નામ છે. જાે મને કંઈ થાય તો લોકોને માહિતી મળી જશે કે ષડયંત્ર પાછળ કોણ છે.
પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના દાવા બાદ પાકિસ્તાનની સરકાર એલર્ટ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સોમવારે આંતરિક મંત્રી રાણા સનાઉલ્લાહને પીટીઆઈના અધ્યક્ષને પૂર્વ સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાંતીય સરકારોને પણ ખાન માટે ફુલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, પીએમ શરીફના નિર્દેશો બાદ ઇમરાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને સુરક્ષાકર્મીઓની તૈનાતી નક્કી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઇસ્લામાબાદના બહારના વિસ્તારમાં પૂર્વ પ્રધાનમંત્રીના બાની ગાલા આવાસની સુરક્ષા માટે પણ પોલીસ અને ફ્રંટિયર કોરના ૯૪ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે પૂર્વ ગૃહ મંત્રી શેખ રશીદ કહી ચુક્યા છે કે જાે ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી તો દેશમાં શ્રીલંકા જેવી સ્થિતિ થઈ જશે.HS