Western Times News

Gujarati News

હત્યાની ધમકી આપી મહિલા પર સામૂહિક દુષ્કર્મ

ફતેહવાડી કેનાલ પાસે શાકભાજી ખરીદવા નીકળેલી મહિલાનું છરી બતાવી અપહરણ કરી બે શખ્શોએ બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારના વધતા જતા બનાવો થી પોલીસતંત્ર ચોકી ઉઠીયુ છે દેશ ભરમાં મહિલાઓ પર દુષ્કર્મ ઉપર ગુજારવાની ઘટનાઓ લઈ ભારે ઉહાપો મચેલો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે વેજલપુર પોલીસ સ્ટેશનમા એક ચોકાવનારી ઘટના ઘટી છે મહિલા નીત્ય ક્રમ મુજબ સાજના સમયે ઘરેથી શાકભાજી લેવા નીકળી હતી ત્યારે એકટિવા ઉપર આવેલા બે હવસખોર શખ્શોએ છરીની અણીએ આ મહિલાનુ અપહરણ કરી જુહાપુરા પાસે કેનાલની ઝાડીમા લઈ જઈ જે હત્યા કરવાની ધમકી આપી સામૂહિક દુષ્કર્મ ગુજારતા સનસનાટી મચી ગઈ હતી.

દુષ્કર્મ ગુજારનાર હવસખોર શખ્સોને ટોળાંએ સજા આપી: અમદાવાદ શહેરનાં જુહાપુરા ફતેહવાડી કેનાલ પાસે મહિલાઓ ઉપર સામૂહિક દુષ્કર્મ કરનાર બે શખ્સોને રંગેહાથ ટોળાંએ ઝડપી લીધા હતાં. આ શખ્સો અવાવરૂ જગ્યા ઉપર બળાત્કાર ગુજારતા હતા ત્યારે સ્થાનિક નાગરિકો આવી પહોંચતાં આરોપીઓ ગભરાયા હતાં અને ભાગવાનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ ટોળાએ આરોપીને ઝડપી લીધો હતો. મહિલાએ સમગ્ર હકીકત જણાવતાં રોષે ભરાયેલાં ટોળાંએ એક આરોપીને સજા આપી હતી. 

તેનો ટકો કરી કપડાં ઉતરાવી નાંખ્યા હતા અને જાહેર રસ્તા ઉપર જ આરોપીને ઉઠબેસ કરાવી માફી મંગાવી હતી. એટલું જ નહીં પરંતુ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. અને આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ યુવતી પણ ખૂબ જ ગભરાયેલી હાલતમાં જાવા મળતી હતી. પરંતુ ટોળું આવી પહોંચતાં તેને હાશકારો અનુભવ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. મહિલાનો આ વીડિયો પણ ફરતો થયો છે. જાકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ હજુ પણ કશુ બોલવા તૈયાર નથી. બીજીબાજુ શહેરભરમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ સમયે ત્યાથી પસાર થતા નાગરિકો આ દૃશ્યો જાતા ચોકી ઉઠીયા હતા અને તાત્કાલિક અન્ય લોકોને બોલાવી દુષ્કર્મ ગુજારના હવસખોરના ચુંગલમાંથી મહિલાને છોડાવી બંને શખ્શોને ઝડપી લીધા હતા રોષે ભરાયેલા લોકોએ બંન્ને યુવકોને માર માર્યો હતો અને ત્યાર બાદ ટકો કરી ઉઠ બેસ કરાવી તેનો વીડિયો વાયરલ કરતા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે યુવતીએ તેના ઉપર ગુજારવામા આવેલા દુષ્કર્મની વિગતો જણાવતા નાગરિકોમા પણ ભારે રોષ ફેલાયો છે

ટોળાએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોચી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ર્ચાંકાવનારી આ ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે યુવતીઓ ઉપર તથા શાળાએ જતી બાળાઓની છેડતીની ઘટનાઓ પગલે પોલીસ તંત્ર એલર્ટ થયેલુ છે


આવી ઘટનાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી ર્છે. બીજી બાજુ મહિલાઓ ઉપર દુષ્કમોના મુદ્દે ભારે ઉહાપોહ મચેલો છે ત્યારે તમામ રાજ્ય સરકાર દ્વારા આવા કેસોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

આવા કેસોમાં ઝડપથી કામગીરી પુર્ણ કરવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં આવા કેસોના મુદ્દે કાર્યવાહીમા કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે એક ચોકાવનારી ઘટના ઘટી છે.

શહેરના જુહાપુરા વિસ્તારમાં ફતેવાડી કેનાલપાસે અંબર ટાવર સામે ટી.પી રોડ પાસે આવેલી એક સોસાયટીમાં રેહતી મહિલા સાંજના સમયે શાકભાજી લેવા નીકળી હતી શાકભાજી ખરદતી હતી અચાનકજ એકટીવા ઉપર બે શખ્શો તેની નજીક આવ્યા હતા આમહિલા કશુ સમજે પહેલા એક શખ્શે છરી બતાવી હતી અને ઘાક ધમકી આપી હતી જેના પગલે આ મહિલા ગભરાઈ ગઈ હતી અને તેનો લાભ ઉઠાવી બન્ને શખ્શોએ આ મહિલાની એકટિવા ઉપરજ અપહરણ કરી ઉઠાવી ગયા હતા.

એકટીવા ઉપર બન્ને શખ્શો મહિલાનુ અપહરણ કરી તેને જૂહાપુરા નજીક આવેલી ફતેહવાડી કેનાલ નજીક ઝાડીઓમા લઈ ગયા હતા અને ત્યા ફરી વખત તેને છરી બતાવી બૂમાબૂમ કરી છે તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ બંન્ને શખ્શોએ આ મહિલા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારીયો હતો. આ બંન્ને હવસખોર શખ્શો મહિલાને ધમકી આપી તેના ઉપર દુષ્કર્મ ગુજારતા હતા ત્યારે એક નાગરિક ત્યાથી પસાર થયો હતો અને તે આ દૃશ્ય જાઈ ચોકી ઉઠીયો હતો જેના પગલે તેને અન્ય મિત્રોને ઘટનાની જાણ કરતા અન્ય યુવકો પણ ત્યા આવી પહોચીયા હતા અને ટોળુ એકત્ર થઈ ગયુ હતું.


આ દરમ્યાન ટોળાએ આ હવસખોર શખ્શોએ ઝડપી લીધા હતા એકત્ર થઈ ગયા લોકોને આ મહિલામાં હિંમત આવી ગઈ હતી અને તેને સમગ્ર ઘટના ક્રમ એકત્ર લોકોને જણાવતા રોષ ફેલાયો હતો. ઘટના સ્થળે ટોળુ અકેત્ર થતા બન્ને હવસખોર શખ્શોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરતુ અકેત્ર થયેલા લોકોએ એક શખ્શને ઝડપી લીધો હતો. અને તેની પુછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી

રોષે ભરાયેલા ટોળાએ ઝડપી લીધેલા શખ્શને સલુનમાં લઈ ગયા હતા અને ત્યા તેના માથાના વાળ ઉતરાવી નાખ્યા હતા અને ટકો કર્યા બાદ ટોળાએ આ શખ્શને રસ્તા પર લાવી માર માર્યો હતો.

ટોળાએ હવસખોર આ શખ્શને કપડા પણ ઉતરાવાયા હતા, ઉઠબેસ કરાવી માફી મંગાવી હતી આ સમગ્ર બાબતનો વિડીયો પણ બનાવમાં આવ્યો હતો આ દરમિયાનમાં પોલીસને જાણ થતા પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા, પરંતુ અફરાતફરી મહાલો વચ્ચે આ હવસખોર શખ્શ ભાગી છૂટ્યો હતો.

મહિલા ઉપર હત્યાની ધમકી આપી સામૂહિક દુષ્કર્મ ગુજારની ઘટનાથી પોલીસ  અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા તપાસ કરતા એ શખ્શનુ નામ શાબાઝ અને બીજા શખ્શનુ નામ હનીફ હોવાનુ ખુલવા પામ્યુ હતુ આરોપીઓ કરેલા આ કરતુતનો વીડીયો પણ વાયરલ થઈ જતા સમગ્ર શહેરમાં લોકો આ વિડીયો નિહાળી ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે બીજી બાજુ પોલીસ અધિકારીઓ પણ અલર્ટ થઈ ગયા છે અને આરોપીઓ ઝડપી લીવા માટે સધન તપાસ શરૂ કરી છે. આરોપીઓની વિગતો બાહાર આવતા પોલીસ અધિકારીઓ બંન્ને આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.