Western Times News

Gujarati News

હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળતાં ચકચાર

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરને ગુનેગારોએ બાનમાં લીધું છે હિંસક મારામારી તથા હત્યાની ઘટનાઓ હવે સામાન્ય બની છે એકાંતરે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઘાતકી રીતે હત્યાના બનાવો બહાર આવતા રહે છે હજુ ગઈકાલે જ પોશ વિસ્તાર બોપલમાંથી એક યુવાનનું અપહરણ કરી આડા સંબંધોને કારણે સરસપુરમાં લુખ્ખાઓએ ઢોર મારમારી તેની હત્યા નીપજાવ્યાની ઘટના બની છે. આ ગુનેગારો સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી ત્યાં જ હવે ચોવીસ કલાકના ગાળામાં જ નારોલ વિસ્તારમાં પણ ક્રુર રીતે હત્યા કરીને સળગાવી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક રહીશોએ આ અંગે જાણ કરતા નારોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે જયાં તેમને અર્ધ સળગેલી લાશ મળી આવી હતી પોલીસે હવે વિકૃત થયેલી આ લાશ કોની છે એ દિશામાં તપાસ હાથ ધરી છે.


એક તરફ થોડા દિવસ અગાઉ જ શહેર પોલીસ કમિશ્નરે ગુના ઘટ્યા હોવાની જાહેરાત કરી હતી બીજી તરફ શહેરમાં ગુનેગારો અટકવાનું નામ નથી લઈ રહયા, ચોવીસ કલાકના ગાળામાં જ બે ચકચારી હત્યાની ફરીયાદો પોલીસ ચોપડે નોંધાતા પોલીસના તમામ દાવાઓ ખોટા પડ્યા છે આજે વહેલી સવારે જ પોલીસ કંટ્રોલ રૂમને નારોલ રંગોલીનગર નજીક આવેલા લક્ષ્મીનગર નજીક સળગેલી હાલતમાં લાશ પડી હોવાની માહીતી મળી હતી

જેના પગલે નારોલ પોલીસની ટીમનુ ધાડુ લક્ષ્મીનગર ખાતે પહોંચતા જ રહીશી મકાનોની બાજુમાં જ આવેલા મેદાનમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ યુવાનને ઢોરમાર મારી તેનું ગળુ કાપીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ અજાણ્યા શખ્સોએ આ ઈસમને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જાકે લાશ અડધી જ સળગી હતી. બાદમાં આગ ઓવાઈ જતાં કેટલાંક પ્રાણીઓએ પણ બચકાં ભર્યાના નિશાન જાવા મળ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

મળતી માહિતી મુજબ પોલીસે મૃતદેહના કપડાની તપાસ કરી હતી જાકે તેની ઓળખ સ્થાપિત થાય તેવી એક પણ ચીજ હજુ સુધી મળી આવી નથી જેથી અજાણ્યા શખ્સોએ હત્યા કર્યા બાદ ઓળખ ન થાય એ માટે જ લાશ સળગાવી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. બીજી તરફ ઘટના સ્થળની આસપાસના રહીશો પણ ગભરાઈ ગયા છે પોલીસે ગત દિવસોમાં કોઈ વ્યક્તિ  ખોવાયા છે કે કેમ તેની તપાસ પણ ચલાવી છે, ઉપરાંત વહેલી સવારે કંટ્રોલ રૂમમાં માહીતી આપનાર તથા અન્ય રહીશોની પુછપરછ કરીને પણ તાગ મેળવવા પ્રયત્ન કરી રહી છે.


એક તરફ પોલીસ ચોવીસ કલાક પેટ્રોલિંગના બણગાં ફુંકી રહી છે ત્યારે પોલીસ સ્ટેશનની નજીકમાં જ ઘાતકી રીતે હત્યા કરીને સબુતનો નાશ કરવા લાશ સળગાવી દેવાઈ હોવા છતાં અજાણ પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. આ ઘટનાને પગલે નારોલ પોલીસનો સ્ટાફ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ઝીણવટપૂર્વક તપાસ ચલાવી છે.

આ અંગે વાત કરતાં નારોલ પી.આઈ. જણાવ્યું હતું કે લક્ષ્મીનગર નજીક આવેલા મેદાનમાં કચરાના ઢગમાંથી આ લાશ મળી છે. હાલમાં લાશની ઓળખ થાય એવી કોઈ ચીજ મળી નથી જેથી સૌ પ્રથમ લાશની ઓળખ કરવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે મૃતકના ગળા પર પ્રાણીએ બચકાં ભર્યાં હોય તેમ લાગી રહયું છે. જાકે પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ તમામ હકીકત સામે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં આવી હત્યાઓ થઈ હતી જાકે તપાસ ચાલતી જ રહે છે અને ગુનેગારો બિન્દાસ્ત શહેરમાં ઘુમતા રહે છે ત્યારે નાગરીકો પણ હવે વિચારી રહયા છે કે આ લાશની ઓળખ બાદ પણ ગુનેગારો ઝડપાશે કે કેમ ?.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.