હથિયારોની ખરીદીમાં ભારત આર્ત્મનિભર બન્યું: વડાપ્રધાન મોદી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભરતા પર સતત ભાર આપી રહ્યું છે અને આ વખતે સ્થાનિક ઉદ્યોગો માટે સામાન્ય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કરવામાં આવેલી ૭૦ ટકા જાેગવાઈઓ સરકારની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વેબિનારને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે વિદેશથી હથિયારો મંગાવવાની પ્રક્રિયા ઘણી લાંબી છે, જેના કારણે હથિયારો પણ સમયની માંગ સાથે સુસંગત નથી અને તેમાં ભ્રષ્ટાચાર અને વિવાદો છે. જાે કે તેનું સમાધાન છેચ ‘આર્ત્મનિભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’. તેમણે કહ્યું કે વેબિનારની થીમ ‘રક્ષામાં આર્ત્મનિભરતા, કાર્યવાહી માટે કૉલ ટૂ એક્શન’ છે અને તે દેશના ઈરાદાઓને સ્પષ્ટ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ભારત છેલ્લા કેટલાક વર્ષોથી તેના સંરક્ષણ ક્ષેત્રમાં જે આર્ત્મનિભરતા પર ભાર આપી રહ્યું છે, તેની પ્રતિબદ્ધતા આ વખતના બજેટમાં પણ જાેવા મળશે. આ વર્ષના બજેટમાં સંશોધન, ડિઝાઈન અને તૈયારીથી લઈને બાંધકામ સુધી દેશની અંદર વાઈબ્રન્ટ ઈકોસિસ્ટમ વિકસાવવા માટેની બ્લુપ્રિન્ટ છે. તેમણે કહ્યું, ‘રક્ષા બજેટમાં લગભગ ૭૦ ટકા માત્ર ઘરેલુ ઉદ્યોગો માટે રાખવામાં આવ્યા છે.’
વડા પ્રધાને કહ્યું કે જ્યારે શસ્ત્રો બહારથી લાવવામાં આવે છે, ત્યારે તેની પ્રક્રિયા એટલી લાંબી હોય છે કે તેમાંથી ઘણા સુરક્ષા દળો સુધી પહોંચે ત્યાં સુધી તે સમયની માંગને અનુસરતા નથી. તેમણે કહ્યું, ‘આનો ઉકેલ પણ ‘આર્ત્મનિભર ભારત અભિયાન’ અને ‘મેક ઇન ઇન્ડિયા’માં રહેલો છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ-છ વર્ષમાં સંરક્ષણ નિકાસ છ ગણી વધી છે અને આજે ભારત ૭૫ થી વધુ દેશોને ‘મેડ ઇન ઇન્ડિયા’ સંરક્ષણ સાધનો અને સેવાઓ પ્રદાન કરી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “મેક ઇન ઇન્ડિયા માટે સરકારના પ્રોત્સાહનના પરિણામે, છેલ્લા સાત વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન માટે ૩૫૦ થી વધુ નવા ઔદ્યોગિક લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે, જ્યારે ૨૦૦૧ થી ૨૦૧૪ સુધીમાં, ૧૪ થી વધુ વર્ષોમાં માત્ર ૨૦૦ લાઇસન્સ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે ભારતની સંરક્ષણ ઉત્પાદન શક્તિ આઝાદી પહેલા અને પછી પ્રચંડ હતી અને ભારતમાં બનેલા શસ્ત્રોએ બીજા વિશ્વ યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવી હતી.HS