હનીટ્રેપ કેસમાં મોસ્ટ વાન્ટેડ જીતુ સોનીની ગુજરાતથી ધરપકડ
ઈન્દોર: મધ્યપ્રદેશ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. લાંબા સમયથી ફરાર આરોપી જીતુ સોનીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઈન્દોર પોલીસે કાર્યવાહી કરતા જીતુ સોનીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઈન્દોર ડીઆઈજી હરિનારાયણ ચારીએ જીતુ સોનીની ધરપકડની પુષ્ટી કરી છે. જીતુ સોની ૪૫ ગુનામાં ફરાર હતો અને મધ્ય પ્રદેશપોલીસે તેના પર દોઢ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. થોડા દિવસો પહેલા જ જીતુ સોનાના ભાઈ મહેન્દ્ર સોનીને પણ પોલીસે ગુજરાતમાંથી ઝડપી પાડયો હતો.
મહેન્દ્ર સોનીની ધરપકડના ૪ દિવસોમાં જીતુ સોનીની પણ ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. જીતુ સોનીની ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચની ૧૨થી વધુ ટીમોએ ગુજરાતમાં ધામા નાંખ્યા હતા. ઉદ્યોગપતિ અને મીડિયા સંસ્થાના માલિક જીતુ સોનીના અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. જીતુ સોનીની “માય હોમ”નામની હોટલ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસને જીતુ સોના ઘરેથી ૩૬ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જીતુ સોનીના ઠેકાણાં પર દરોડા દરમિયાન એવી અનેક ચીજા મળી હતી, જેનાથી તેના કાળાકામોનો પર્દાફાશ થયો હતો. જેમાં સૌથી મહત્વપૂર્ણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને જમીનના દસ્તાવેજા છે. જીતુના ઘરેથી ૩૦થી વધુ પ્લાટોના રજિસ્ટ્રીના કાગળ મળ્યા હતા. જા કે તે અન્ય કોઈના નામે હતા.
આ મિલ્કતોની કિંમત ૧૫૦ કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે. જીતુ સોની ઈન્દોરમાં એક અખબાર ચલાવતો હતો. પોલીસે ત્યાં દરોડા પાડીને કાર્યાલય સીલ કરી દીધુ હતું. જીતુના પુત્ર અમિત સોનીને પણ પોલીસે અટકાયત કરી હતી.
જણાવી દઈએ કે, જીતુ સોનીની ધરપકડને લઈને ઈન્દોર પોલીસ સાંજે વાગ્યે ખુલાસા કરશે. મધ્યપ્રદેશ હની ટ્રેપ કેસ સામે આવ્યા બાદ, સીટ તપાસ કરી રહી છે. જીતુ સોની ઈન્દોરમાં એક અખબાર ચલાવતો હતો. તેણે હનીટ્રેપ સાથે સંકળાયેલા અનેક વીડિયો બહાર લાવ્યા હતા. જે બાદ પોલીસે જીતુ સોનીના ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો. જીતુ અખબારની આડમાં ઈન્દોર શહેરમાં કાળા કારનામાંને અંજામ આપી રહ્યો હતો.