હની ટ્રેપ : આઠ પૂર્વ પ્રધાન,૧૨ ટોપ અધિકારી ભારે મુશ્કેલીમાં
ભોપાલ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર મધ્યપ્રદેશના હાઇ પ્રોફાઇલ હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયા બાદ કેટલાક દિગ્ગજ નેતાઓ, ટોપના અધિકારીઓ અને વેપારીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. દેશના સૌથી મોટા બ્લેકમેઇલિંગ સેક્સ સ્કેન્ડલ તરીકે ગણાતા આ મામલામાં જે રીતે તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવી નવી ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે.
હવે આ કેસમાં નવા ચોંકાવનારા વળાંક આવી રહ્યા છે. હની ટ્રેપ મામલામાં ૧૮ વર્ષની મોનિકા યાદવ સરકારી સાક્ષી બની ગયા બાદ નવી વિગત ખુલી શકે છે. તે હવે મુખ્ય સાક્ષી તરીકે રહેશે. બીજી બાજુ હની ટ્રેપ રેકેટ ચલાવી રહેલી શ્વેતા જેને એસઆઇટીની સામે કેટલાક ખુલાસા કર્યા છે. જેમાં કબુલાત કરવામાં આવી છે કે આશરે બે ડઝન કોલેજ જતી યુવતિઓમે સેક્સની જાળમાં ફસાવી લેવામાં આવી હતી. જેમાં લોવર મિડલ ક્લાસ પરિવારની યુવતિઓ સામેલ છે.
જેનો ઉપયોગ મધ્યપ્રદેશ સરકારના મોટા અધિકારીઓ અને નેતાઓને લાલચ આપીને ફસાવી દેવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્વેતાએ કહ્યુ છે કે હની ટ્રેપનો હેતુ વીઆઇપી લોકોને ફસાવીને તેમની પાસેથી કરોડો રૂપિયાના આકર્ષક સરકારી કરારો મેળવી લેવાનો હતો. આમાંથી કેટલાક કોન્ટ્રાક્ટ શ્વેતા જેન અને તેમની સાથી આરતી દયાલની ટોપની કંપનીઓને કમીશનના આધાર પર આપવામાં આવ્યા હતા.
કોન્ટ્રાક્ટ ઉપરાંત શ્વેતા મધ્યપ્રદેશમા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની પોસ્ટિંગને પણ મેનેજ કરાવતી હતી. ઇન્દોરમાં પુછપરથ દરમિયાન શ્વેતાએ એસઆઇટીને માહિતી આપી હતી કે અધિકારીઓની ડિમાન્ડ પર તે આર્થિક રીતે નબળી કોલેજ જતી યુવતિઓને પોતાના રેકેટમાં સામેલ કરતી હતી. સાથે સાથે તેમને હાઇ પ્રોફાઇલ ની પાસે જવા માટે કહેતી હતી. જેમાં મોટા ભાગના લોકો યુવતિઓના પિતાની વયના હોવાનુ ખુલ્યુ છે.
એસઆઈટીએ હની ટ્રેપ કૌભાંડ ચલાવનાર શ્વેતા નામની યુવતી સામે કેટલીક યુવતીઓને રજૂ કરી છે. એસઆઈટીની સામે ઉપસ્પથિત રહેલી કેટલીક યુવતીઓએ ચોંકાવનારી કબૂલાત પણ કરી છે. ઉંડી તપાસ કરવામાં આવ્યા બાદ ટોળકીના સભ્યોની પાસેથી તપાસ સંસ્થાના અધિકારીઓને એક ટાર્ગેટ લિસ્ટ મળી છે. એક ટાર્ગેટ લિસ્ટ મળ્યા બાદ તેમાં તપાસ ચાલી રહી છે. આ તમામ ૧૩ આઇએએસ અધિકારીઓને સુન્દર યુવતિઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી દીધા હતા. હવે તેમના સેક્સ વિડિયો બનાવીને તેમને બ્લેક મેઇલિંગ કરવાની ખતરનાક યોજના હતી હની ટ્રેપ ટોળકીની યાદીમાં એવા આઇએએસ અધિકારીઓના નામ કોડ વર્ડમાં નોંધાયેલા છે. દેશના સૌથી મોટા બ્લેકમેઇલિંગ સેક્સ કોંભાડ તરીકે આને ગણવામાં આવે છે.
હજુ સુધી ચાર હજાર કરતા વધારે ફાઇલો તપાસ સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવી ચુકી છે. હજુ વધુ ફાઇલો હાથ લાગી રહી છે. આ ટોળકીના શિકાર થયેલા ચાર રાજ્યોના ટોપના નેતા, આઇએએસ અધિકારીઓ અને તેમજ મોટા વેપારી છે. આ સેક્સ વિડિયો અને અશ્લીલ ટેચ તેમજ બ્લેકમેઇલિંગના પુરાવા ટોળકીના સભ્યોના લેપટોપ અને મોબાઇલમાંથી મળી આવ્યા છે.
આ ખુલાસા બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે કે પૂર્ણ રીતે સંચાલિત આ સેક્સ અને બ્લેકમેઇલિંગ કાંડની પાછળ કોણ છે. કોણ તેમને ટાર્ગેટ આપે છે. આ મામલાની તપાસ કરી રહેલી ટીમને એક લિસ્ટ હાથમાં લાગી છે. જેમાં ઓછામાં ઓછા ૧૩ આઇએએસ અધિકારીઓના નામનો ઉલ્લેખ છે. આ સેક્સ બ્લેકમેઇલિંગ ટોળકીના સચાલકે એક સરકારી ડાયરીના પેજ પર લિસ્ટ બનાવી હતી. બ્લેકમેઇલિંગ અને સેક્સ રેકેટમાં સામેલ રહેલી ખુબસુરત મહિલાઓ સુધી પહોંચી જવાના તમામ પ્રયાસો તપાસ ટીમો કરી રહી છે.