હની ટ્રેપ મામલે ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ સેનિટાઇઝર પી લીધું
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. આ મહિલા પીઆઇએ ગુરુવાર બપોરે સેનિટાઈઝર પી લીધું હોવાની માહિતી મળી છે. સેનિટાઈઝર પી લેતા તેઓને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે પીઆઇ પોલીસને તપાસમાં યોગ્ય સહકાર આપી રહ્યા નથી. ગીતા પઠાણ ઉપર આરોપ લાગ્યો છે કે, તેઓ હની ટ્રેપ ગેંગને મદદ કરતા હતા.
મહિલા પીઆઈ પઠાણની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે ગુરુવારે બપોરે તેમની પુછપરછ ચાલી રહી હતી એ વખતે ત્યા હાજર પોલીસ અધિકારીઓની નજર ચૂકવીને તેમને ટેબલ પર પડેલી સેનિટાઈઝરને બોટલ લઈને ગટગટાવી લીધી હતી અચાનક બનેલી આ ઘટના થી ત્યા હાજર ત્રણ થી ચાર પોલીસ અધિકારીઓ પણ ચોકી ગયા હતા અને તુરત પઠાણના હાથમાંથી બોટલ લઈ લીધી હતી અને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પીઆઈ પઠાણની તબીયત હાલમાં સિવિલ ખાતે સ્થિર હોવાનું જાણવા મળે છે
સમગ્ર કેસ જાેઈએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતા અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરી હીતી. આ લોકોની પૂછપરછમાં ગીતા પઠાનનું નામ ખુલ્યું હતું.
આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર કે જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત છે. આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી ૫૦થી ૬૦ વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા. ઘટનાની વાત કરીએ તો, ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.