હની ટ્રેપ : ૨૪ કોલેજ યુવતીને સેક્સ માટેની ફરજ પડાઈ હતી
નવીદિલ્હી : હની ટ્રેપ સેક્સ સ્કેન્ડલના મામલામાં નવીનવી વિગત સપાટી પર આવી રહી છે. આ કેસમાં ૧૨થી વધારે ટોપ સર્વિસ અધિકારીઓ અને મધ્યપ્રદેશના આઠ પૂર્વ પ્રધાનો સકંજામાં આવી ગયા છે. કોંભાડના મુખ્ય સુત્રધાર પૈકી એક શ્વેતા જેને ધડાકો કરતા કહ્યુ છે કે લોઅવર મિડલ ક્લાસની ૨૪થી વધારે યુવતિઓને વીઇપી, સાંસદો પાસે મોકલી હતી.
આ તમામ યુવતિઓને સેક્સ માટેની ફરજ પાડવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ સમક્ષ એવી કબુલાત પણ કરી છે કે હનીટ્રેપનો મુખ્ય ઉદ્ધેશ્ય આકર્ષક સરકારી કોન્ટ્રાક્ટ હાંસલ કરવાનો રહેલો હતો. શ્વેતા અને તેની સાથી આરતી દયાલ દ્વારા પ્રતિષ્ઠિત કંપનીઓને મોટા ભાગના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. કમીશનના આધાર પર આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.
કોન્ટ્રાક્ટ મેળવી લેવા ઉપરાંત શ્વેતાએ બદલી કરાવવા માટેની પમ જબાવદારી લીધી હતી. સીટ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. કોલેજ જતી કેટલીક યુવતિઓની પણ પુછપરછ કરવામા આવી છે. મોનિકાએ સીટ સમક્ષ ધડાકો કર્યો છે કે પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ અપાવવા માટેન બહાને તે શ્વેતાના સંપર્કમાં આવ્યો હતો.
સીટ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગત મળી છે. હની ટ્રેપના બહાને કરોડો રૂપિયાની માંગ કરવામાં આવતી હતી. મોનિકાએ માહિતી આપતા કહ્યુ છે કે એક શખ્સની સાથે સેક્સ બદલ ત્રણ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. હની ટ્રેપ મામલે હજુ સુધી કોઇના નામના ખુલાસા થયા નથી
પરંતુ મધ્યપ્રદેશના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ છે. હનીટ્રેપ કેસની ચર્ચા દેશના અન્ય ભાગોમાં પણ જાવા મળી રહી છે. હની ટ્રેપના મામલામાં રાજકીય દબાણ પણ તપાસ ટુકડીઓ ઉપર વધી રહ્યું હોવાના બિનસત્તાવાર અહેવાલ મળી રહ્યા છે. જા કે, સસ્પેન્સની સ્થિતિ રહેલી છે.