હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભીડ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દિવાળીના તહેવારો ગુજરાતમાં રંગચેગે લોકો ઉજવે રહ્યા છે. છેલ્લી ઘડીએ ખરીદ કરવામાં માનતા લોકોની ભારે ભીડ બજારોમાં મોડી રાત સુધી જાવા મળે છે. ધન તેરસને દિવસે સોના-ચાંદી ખરીદવાનું મહત્ત્વ છે. પરંતુ આ વર્ષે સોનાનો ભાવ વધારે હોવાના કારણે ૩પ થી ૪૦ ટકાનું વેચાણ ઓછું થયુ હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે. ગાંધીજીના નવા બહાર પડાયેલા ચાંદીના સિક્કાઓની ભારે માંગ રહેવા પામી છે.
દેવ-દર્શન કરવાથી આખું વર્ષ સારૂ જાય એવી પ્રબળ શ્રદ્ધા અને ભાવ સાથે ભાવિક ભક્તોની મંદિરોમાં ભારે ભીડ જાવા મળે રહી છે. શહેરના તથા રાજ્યના ઘણા મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. મંદિરો આસોપાલવના તથા ફૂલોના તોરણોથી સુશોભિત કરવામાં આવ્યા છે. તથા ભગવાનને પણ સેળે શણગારવામાં આવ્યા છે.
આજે કાળી ચૌદશ તથા શનિવાર હનુમાનજીનો દિવસ, ઉતમ સયોગ છે. તેમજ મહાકાળી-ક્ષેત્રપાળ-ભૈરવીની ઉપાસના માટે ઉત્તમ દિવસ મનાય છે. શક્તિના કાળી રૂપનું પૂજન થાય છે. આજે સંધ્યા ટાણે લોકો ઘરનો કકળાટ કાઢશે. વર્ષોથી ચાલતી આ પરંપરાઆજે પણ આધુનિક યુગમાં ચાલુ રહી છે.
કાળી ચૌદશને દિવસે કાળી વસ્તુ તથા કાળા વસ્ત્રોના દાનનું ઘણું મહત્ત્વ રહ્યુ છે. શનિવાર તથા કાળી ચૌદશ હોવાને કારણે સવારથી જ હનુમાનજીના મંદિરોમાં દર્શનાર્થેે ભાવિક ભક્તોની ભારે ભીડ જાવા મળે છે.
ગાંધીનગર જીલ્લાના ડભોડા ગામમાં આવેલા અતિપૂરાણા ડભોડાના હનુમાન હાજરાહજુર હોવાની માન્યતા હોવાને કારણે ત્યાં દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટે છે. ૧૦૦૦ તેલના ડબ્બાના તેલનું હનુમાનજીનો અભિષેક થાય છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં ભક્તોના પ્રવાહ સતત ચાલુ છે. મોડીરાતથી ભક્તો દર્શનાથે આવ્યા છે. આજે પૂજા-અર્ચન ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
શહેરના કેમ્પના હનુમાનજીના મંદિરમાં શનિવાર તથા કાળી ચૌદશનો સંયોગ થવાથી અહીં પણ ભક્તોનુ ઘોડાપુર જાવા મળે છે. આજે સાંજના ૬ થી ૮ સુંદરકાંડનું પઠન થશે. તથા વર્ષમાં એક જ વાર થતી મહાઆરતી રાત્રીના બાર વાગ્યે થશે. તથા આરતી બાદ ભક્તોને મંત્રેલ કાળ દોરા પ્રસાદમાં આપવામાં આવશે.
દિવાળીથી ભાઈબીજ સુધી દ્વારકામાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળે છે. દ્વારકામાં આવેલા દ્વારકાધીશ તથા ડાકોરમાં આવેલા ડાકોરના ઠાકોરનું મંદિર ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યુ છે.