હનુમાન ચાલીસા વગાડતા પોલીસે નેતાને દંડ ફટકાર્યો

થાણે, રાજ ઠાકરેએ ગુડી પડવાનાં અવસરે ૨ એપ્રિલનાં શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની રેલીમાં કહ્યું હતું કે, ‘મસ્જિદમાં લાઉડસ્પીકર એટલું જાેરથી કેમ વગાડવામાં આવે છે.
જાે તેને રોકવામાં ન આવ્યું તો, મસ્જિદોની બહાર સ્પીકર પર તેનાંથી પણ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.’ ૩ એપ્રિલનાં મનસે કાર્યકર્તાઓએ થાણે જિલ્લાનાં કલ્યાણ કસ્બેમાં પાર્ટી કાર્યાલયની સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી હતી.
સ્થાનિક મનસે કાર્યકર્તાઓ કલ્યાણનાં સાઇ ચોક સ્થિત પાર્ટી કાર્યાલયની બહાર ભેગા થયા અને તેમણે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી. સાથે જ જાેર જાેરથી તેનું ઉચ્ચારણ કરવાં લાગ્યાં. તેમણે ‘જય શ્રી રામ’નાં નારા પણ લગાવ્યાં. મનસેની કલ્યાણ એકમનાં અધ્યક્ષ ઉલ્હાસ ભોઇસે આ મામલે મીડિયાને કહ્યું કે, પાર્ટીનાં કાર્યકર્તા પાર્ટી પ્રમુખનાં આદેશનું પાલન કરવામાં ક્યારેય અચકાશે નહીં.
જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં મનસે કાર્યકર્તા મહેન્દ્ર ભાનુશાલીની અટકાયત કરી લીધી, પછી ૩ એપ્રિલનાં તેમને છોડી દીધા હતાં. ધાટકોપર પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ કહ્યું કે, મહેન્દ્ર ભાનુશાલીને તે સમયે અટકાયતમાં લેવામાં આવ્યાં જ્યારે ચાંદિવલીનાં અસલફામાં હિમાલય સોસાયટીમાં એક વૃક્ષ પર લાઉડસ્પીકર લગાવી અન હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરી દીધુ.
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. ભાનુશાલીની અટકાયત કરવામાં આવી. અને લાઉડ સ્પીકર જપ્તે કરવામાં આવ્યું. તેને આશરે ૨ કલાક બાદ મુક્ત કરી દેવામાં આવ્યાં. ભાનુશાલી પર ૫૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો. અને દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૧૪૯ હેઠળ તેમને આ પ્રકારનાં કૃત્ય ન દોહરાવવાં નોટિસ બજાવવામાં આવી.SSS