હનુમાન ચાલીસા વિવાદમાં નવનીત -રવિ રાણાને ૧૪ દિવસની જેલ

મુંબઈ, બાંદ્રાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની હોલિડે એન્ડ સન્ડે કોર્ટે અમરાવતીના સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
જ્યાં ખાર પોલીસ દ્વારા ઓન રિમાન્ડ અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બાંદ્રા કોર્ટે સાંસદ નવનીત કૌર રાણા અને તેમના પતિ રવિ રાણાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે ૧૪ દિવસ બાદ ૬ મેના રોજ આ કેસની આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.
મુંબઈ પોલીસ દ્વારા રાણા દંપતી પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના પર તેમના વકીલે વાંધો ઉઠાવ્યો છે અને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. નવનીત અને રવિ રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે અમરાવતીના સાંસદ નવનીત રાણા અને પતિ ધારાસભ્ય રવિ રાણાને બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
જામીન અરજી પર સુનાવણી ૨૯ એપ્રિલે રાખવામાં આવી છે. મુંબઈ પોલીસે ૨૭ એપ્રિલે જામીન અરજી પર પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. હનુમાન ચાલીસાના વિવાદમાં નવનીત રાણા અને રવિ રાણાની ધરપકડ કરવામાં આવી હતી.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બાંદ્રાની હોલિડે એન્ડ સન્ડે કોર્ટે અમરાવતીના સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.