“હપ્પુ કી ઉલટન પલટન”માં કામના પાઠકની બર્થડેની રસમ એકદમ મજેદાર હતી!

બર્થડે હંમેશાં વિશેષ હોય છે, કારણ કે તે વ્યક્તિ પર તેમના પરિવાર અને મિત્રોનું પણ વિશેષ ધ્યાન આકર્ષાય છે અને તેમને પંપાળ મળે છે. આવું જ કાંઈક એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની રાજેશ ઉર્ફે કામના પાઠકનું થયું છે. તે ટૂંક સમયમાં જ બર્થડેની ઉજવણી કરવાની છે. આ નિમિત્તે મજેદાર વાર્તાલાપમાં આ વર્ષે તેની બર્થડે ઉજવણી વિશે તે અમુક રસપ્રદ માહિતી આપે છે.
1) તારા બર્થડે પ્લાન વિશે અને શું તું ભવ્ય રીતે ઉજવણી કરવાની છે કે પછી તારા વહાલાજનો પૂરતી જ સાદગીપૂર્ણ ઉજવણી કરવાની છે તે વિશે કશુંક કહેશે?
મને પાર્ટીઓ કરવાનું ગમતું નથી. મારે મારો બર્થડે મારા પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે મનાવવાનું સારું લાગે છે. હું હંમેશાં મારા પરિવાર સાથે આ વિશેષ દિવસની ઉજવણી કરું છું. મારા શો માટે મુંબઈમાં આવ્યા પછી પણ હું બર્થડે પર મારા પરિવાર સાથે મારા વતન ઈન્દોરમાં જાઉં છું અને તેમની સાથે દિવસ મનાવું છું. મને શૂટ પર રજા હોવાથી હાલમાં જ ઈન્દોર જઈને આવી છું, જેથી આ વખતે મારો પરિવાર મુંબઈમાં આવવાનો છે. દર વર્ષની જેમ હું આખો દિવસ તેમની જોડે વિતાવીશ. સાંજે હું તેમને ભોજન માટે બહાર લઈ જઈશ.
2) શું કોઈ વિશેષ બર્થડેની રસમ કરવાની છે?
મારો દિવસ મા કે હાથ કી ખીર સાથે શરૂ થાય છે. મને ખાસ કરીને ખીર સહિત મીઠી વાનગી ભાવે છે અને મારી માતાએ બનાવી હોય તે બહુ વિશેષ હોય છે, કારણ કે તેમાં ભરપૂર પ્રેમ હોય છે, જે તેમાં વધુ મીઠાશ લાવે છે (સ્મિત કરે છે). મારો પરિવાર દર વર્ષે મારા બર્થડે પર રુદ્રાભિષેક (ભગવાન શિવની પૂજા) કરે છે. આ વર્ષે પણ કરશે. ઉપરાંત મારી ફ્રેન્ડ કોમલ દર વર્ષે મારે માટે બ્રાઉની કેક બનાવે છે અને હું દુનિયામાં ગમે ત્યાં હોઉં ત્યાં તે જરૂર મોકલે છે, જે સૌથી વિશેષ રસમમાંથી એક છે અને મને તે આજીવન યાદ રહેશે.
3) તને આજ સુધી સૌથી યાદગાર ભેટ કઈ મળી છે?
મારા દાદાને મહિનાના આરંભમાં પેન્શન મળતું હતું અને તેઓ દર વર્ષે તેમાંથી 100 રૂપિયાની નોટ મને આપતા હતા. આથી હું તે મેળવવા ઉત્સુક રહેતી હતી. હું તે પૈસા ખર્ચ કરતી હતી, પરંતુ મોટી થયા પછી મેં તેમના વહાલની યાદગીરીમાં નોટો સાચવવાનું શરૂ કર્યું. હવે તેઓ આ દુનિયામાં નથી અને મને તેમની તે વિશેષ ભેટની બહુ યાદ આવે છે. તેમણે મને આપેલી નોટો સૌથી યાદગાર અને કીમતી ભેટ છે, કારણ કે તેમાં આશીર્વાદ છે. હવે મારા પિતા મારી બર્થડે પર મારે માટે કવિતા લખે છે અને મને તે ગમે છે.
4) શું તેં ક્યારેય થીમ આધારિત બર્થડે પાર્ટીનું આયોજન કર્યું છે અથવા શું તું કોઈ તેવું આયોજન કરવા માગે છે. જો હા હોય તો તમારી આદર્શ થીમ આધારિત પાર્ટી શું હશે?
મને મારા બાળપણમાં પિનોચિયો થીમ આધારિત પાર્ટી કરવાનું નિશ્ચિત જ ગમતું હતું, કારણ કે મને તે પાત્ર બહુ ગમતું. પિનોચિયો રસપ્રદ હોવા સાથે ઈમાનદારીના ઉત્તમ પાઠ પણ આપતો હતો. મારા બાળપણમાં હું ખોટું ક્યારેય બોલતી નહોતી, કારણ કે હું ખોટું બોલીશ તેટલી વાર મારું નાક વધતું રહેશે એવું મને લાગતું હતું. મેં મારા ભાઈને પણ વાર્તા સંભળાવી હતી અને અમે બંને શક્ય ત્યાં સુધી ખોટું બોલવાનું ટાળતાં હતાં. આજ સુધી મને મારું નાક મોટું તો થયું નથી ને તે તપાસી જોવાની આદત છે (હસે છે).
5) સહ- કલાકારો સાથે ઉજવણી વિશે કશું કહેશે?
તે મારા પરિવારનો હવે આંતરિક ભાગ છે અને કોઈ પણ ઉજવણી તેમના વિના અધૂરી છે. ગયા વર્ષે અમે ગુજરાતમાં અમારા શો હપ્પુ કી ઉલટન પલટન માટે શૂટમાં હતાં અને અમારા શોના બાળકોએ રૂમ શણગાર્યો હતો અને ઉજવણી માટે મજેદાર કેકની વ્યવસ્થા કરી હતી. મને ખાતરી છે કે આ વર્ષે પણ તેમણે અમુક સરપ્રાઈઝનું નિયોજન કર્યું હશે અને હું તે માટે ઉત્સુક છું.
6) આ બર્થડે માટે કોઈ વિશેષ વિશ છે?
મારી વિશ લોકોએ મારા પાત્ર રાજેશને સતત પ્રેમ આપવાનું ચાલુ રાખવું જોઈએ અને અમારા શોએ દર્શકોનું મનોરંજન ચાલુ રાખવું જોઈએ એ છે.