“હપ્પુ કી ઉલટન પલટન”ની ટીમે 3 વર્ષની એનિવર્સરીની સિદ્ધિની ઉજવણી કરી
કોમેડી સૌથી મુશ્કેલ પ્રકારમાંથી એક છે અને શ્રેષ્ઠ અથવા મોજીલી બહુ ઓછા કલાકારો દર્શકોને હસાવી શકે છે. દર્શકોને વર્ષ દર વર્ષ હસાવવા તે દેખીતી રીતે જ મોટી સિદ્ધિ છે. એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટન ઘરેલુ દુઃસાહસો,
દરોગા હપ્પુ સિંહ (યોગેશ સિહ), તેની દબંગ દુલ્હન રાજેશ (કામના પાઠક) અને તેની ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી)ની ટ્રેજિક કોમેડીએ દર્શકોને પેટ પકડવાની હસાવ્યા છે અને હવે 3 સફળ વર્ષ પૂરાં કર્યાં છે.
આજે હપ્પુની કોમિકલ એરર્સ, રાજેશનું બોલકણું કમબેક અને અમ્માનો બિલંદ અવાજ ટીવી પ્રેમી દર્શકોના મનનો ખાસ હિસ્સો બની ગયાં છે.
આ સિદ્ધિની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ પર કેક કાપ્યો હતો. શોના પ્રોડ્યુસર એડિટ 2 પ્રોડકશન્સના સંજય કોહલી કહે છે, “આ શો અમારું બાળક છે અને તેને વૃદ્ધિ પામતો જોઈને અને આવી ભવ્ય સફળતાએ પહોંચ્યો તેનાથી મને બહુ ગૌરવ અને સંતોષની લાગણી થાય છે.
લોકોનો મૂડ તુરંત સુધારે એવો શો બનાવવા પાછળનો વિચાર હપ્પુ કી ઉલટન પલટન સાથે સિદ્ધ થયો છે.
અમે આજે ત્રણ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમે આ હાસ્ય આપવાનું અને વર્ષ દર વર્ષ કોમેડીની ખુશી ફેલાવવાનું ચાલુ રાખવા એકધારી રીતે પ્યાસ કરતા રહીશું.
આ દિવસે હું એન્ડટીવી અને મારી આખી ટીમે દરેકના ચહેરા પર સ્મિત લાવવા સખત મહેનતકરી તે માટે તેમનો આભારી છું.”
3 વર્ષની સિદ્ધિ પાર કરી તે બાબતે રોમાંચિત દરોગા હપ્પુ સિંહની ભૂમિકા ભજવતો યોગેશ ત્રિપાઠી કહે છે, “અંગત રીતે હપ્પુ કી ઉલટન પલટન જીવન પરિવર્તનકારી અનુભવ છે. શો ઉદ્યોગમાં મારા સફળ પ્રવાસનો જીવિત દાખલો છે. મને દેશભરમાં મારા ચાહકો યોગેશને બદલે મને હપ્પુ તરીકે ઓળખે છે તે ગૌરવજનક લાગે છે.
આ સંભવિત રીતે દર્શકોનું પાત્ર સાથે મજબૂત જોડાણની પણ વાત કરે છે અને શો બનાવવામાં સંકળાયેલી ટીમની સખત મહેનતને પણ પહોંચ આપે છે. ત્રણ વર્ષ પૂરાં કર્યાં તેથી અમે બધા ખુશ અને રોમાંચિત છીએ ત્યારે હું એક વાત ખાસ કહેવા માગું છું કે ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.”
દબંગ દુલ્હનિયા રાજેશની ભૂમિકા ભજવતી અભિનેત્રી કામના પાઠક કહે છે, “આરંભથી જ મને લાગતું હતું કે આશો ઘણાં બધાં સીમાચિહનો સ્થાપિત કરશે. મારી તે અપેક્ષાઓ વાસ્તવિકતામાં ફેરવાઈ તેની બેહદ ખુશી છે.
રાજેશ મારી બહુ વહાલી છે, કારણ કે તેણે આ ઉદ્યોગમાં મને વિશેષ ઓળખ આપી છે. મને રાજેશની ભૂમિકા ભજવવાની મજા આવી રહી છે અને આ પાત્ર ભજવવાનું ગમ્યું છે. કોમેડી અને ડ્રામાનું સંયોજન દર્શકોનો મૂડ સુધારે છે, જે બહુ ખુશીની વાત છે. આ શો બનાવવા અમારી જેમ જ દર્શકોને તે માણવા મજા આવી રહી છે તે બદલ આભાર.”
કટોરી અમ્માની ભૂમિકા ભજવતી પીઢ અભિનેત્રી હિમાની શિવપુરી ની ખુશીનો કોઈ પાર નથી. તે કહે છે, “મને આ ઉદ્યોગમાં લગભગ ચાર દાયકા થયા છે અને ઘણાં બધાં પાત્રો ભજવ્યાં છે, પરંતુ કટોરી અમ્મા મારી સૌથી મનગમતી ભૂમિકા રહી છે.
આ ત્રણ વર્ષ રોલર કોસ્ટર સવારી રહી છે, કારણ કે ટીમ તરીકે અમે વૈશ્વિક મહામારીનો સામનો કર્યો અને અમારા દર્શકોને હસાવવાના એકમાત્ર હેતુથી અમે ફરીથી મજબૂત બનીને ઊભરી આવ્યા તેની ખુશી છે. ટીમવર્ક, ક્રિયેટિવિટી, હાસ્ય અને ઘેલાપણાના ત્રણ વર્ષ માટે ચિયર્સ.”