હમાસનું સમર્થન કરવા બદલ ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થિનીના અમેરિકાએ વિઝા રદ કર્યા

તો ભારતીય વિદ્યાર્થિની જાતે જ ડિપોર્ટ થઈ
ભારતીય નાગરિક અને કોલંબિયા યુનિવર્સિટીમાં શહેરી આયોજનમાં ડોક્ટરલ વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસન, F-૧ સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી
નવી દિલ્હી,અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ જાહેરાત કરી છે કે કોલંબિયા યુનિવર્સિટીના એક ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થિનીએ CBP હોમ એપનો ઉપયોગ કરીને જાતે જ ડિપોર્ટ થઈ છે. તેમના વિઝા રદ કરવામાં આવ્યા હતા કારણ કે તે હમાસને સમર્થન આપતી હતી. ભારતીય નાગરિક અને કોલંબિયા યુનિવર્સિટીમાં શહેરી આયોજનમાં ડોક્ટરલ વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસન, F-૧ સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી. પાંચની માર્ચ ૨૦૨૫ના રોજ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે રંજન શ્રીનિવાસનના વિઝા રદ કર્યા હતા. ત્યારબાદ તેણે ૧૧મી માર્ચ ૨૦૨૫ના રોજ CBP હોમ એપનો ઉપયોગ કરીને જાતે જ ડિપોર્ટ થઈ ગઈ હતી અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે દેશનિકાલ પર કહ્યું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેવા અને અભ્યાસ કરવા માટે વિઝા મેળવવો એ એક વિશેષાધિકાર છે. જ્યારે તમે હિંસા અને આતંકવાદની હિમાયત કરો છો, ત્યારે તે વિશેષાધિકાર રદ કરવો જોઈએ અને તમારે આ દેશમાં રહેવું જોઈએ નહીં. કોલંબિયા યુનિવર્સિટીના આતંકવાદ સમર્થકોમાંથી એકને જાતે જ ડિપોર્ટ માટે CBP હોમ એપ્લિકેશનનો ઉપયોગ કરતા જોઈને મને આનંદ થયો.’બીજી એક ઘટના પણ ચર્ચામાં છે. વેસ્ટ બેન્કની અન્ય એક પેલેસ્ટિનિયન વિદ્યાર્થિની લેકા કોર્ડિયા, નેવાર્કના અધિકારીઓ દ્વારા તેના F-૧ સ્ટૂડન્ટ વિઝાની મુદત પૂરી થયા પછી પણ ત્યાં રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાજરીના અભાવે તેમના વિઝા ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ સમાપ્ત થઈ ગયા હતા.SS1