“હમ ભારત હૈ” નાં ઉપક્રમે યોજાયું સ્વચ્છતા અભિયાન

ગાંધીનગર રેન્જ ના પૂર્વ આઈ. જી. હસમુખ પટેલ અને તેમના સહયોગીઓ દ્વારા સચિવાલયના પાછળ આવેલા છ – માર્ગ ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં આમ આદમીની સાથે સાથે કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની જવાબદારીઓ સમજદારીપૂર્વક નિભાવતા હોય છે. પોતાના ઉચ્ચ હોદ્દાને બાજુએ રાખીને કોઈ કોઈ અધિકારીઓ સાદા વેશમાં ગાંધીનગરને સ્વચ્છ કરવા નીકળી પડે છે.
આવા ઉચ્ચ અધિકારીઓની સાથે અનેક લોકો જોડાઇને ગાંધીનગરને સ્વચ્છ કરવામાં પોતાનો સહયોગ આપતા હોય છે. ગાંધીનગર રેન્જ ના પોલીસ વડા તરીકે સેવાઓ આપી ચૂકેલા આઈ.પી.એસ. અધિકારી હસમુખ પટેલ દ્વારા તાજેતરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
સચિવાલયની પાછળ આવેલી ઝાડીઓ અને છ – માર્ગને ચોખ્ખો કરવા માટે આ સિનિયર પોલીસ અધિકારીએ બીડું ઝડપ્યું હતું. અનેક લોકો સાથે ખભે ખભા મિલાવીને હસમુખ પટેલ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ઢગલાબંધ કચરા સહિત અનેક વસ્તુઓ એકત્ર કરીને તેનો યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવ્યો હતો.