“હમ સાથ-સાથ હૈ”: પ્રોપર્ટી શોમાં કોંગ્રેસ- ભાજપના આગેવાનો સાથે જાેવા મળ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, જાહેર સ્થળોએ રાજકારણની ચર્ચા કરનાર સામાન્ય નાગરિક જાણે કે લડાઈ પર ઉતરી આવતા હોય તેવી ખેંચતાણ ચાલતી હોય છે આજકાલ તો સોશિયલ મિડીયા પર આવુ જાેવા મળે છે. ચૂંટણી સિવાયના માહોલમાં પાનના ગલ્લે, ચાની કીટલી, બસો, રીક્ષાઓ, ઓફિસોમાં લોકો ભાજપ-કોંગ્રેસની રાજકીય વાતચીતમાં આમને-સામને આવી જાય છે.
જયારે ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો એકબીજાની સાથે જાહેર સ્થળો કે કાર્યક્રમોમાં ફોટા પડાવતા નજરે પડે છે. તાજેતરમાં થલતેજ ખાતે યોજાયેલ “પ્રોપર્ટી શો”માં રવિવારે આવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. કોંગ્રેસના એક વરિષ્ઠ અગ્રણી અને ભાજપના હાલમાં સિનિયર આગેવાન કે જેઓ પહેલા કોંગ્રેસમાં હતા.
આ બંને આગેવાનો થલતેજ પ્રોપર્ટી શો માં ભેગા થઈ ગયા. પછી તો બંનેએ સાથે ફોટા પડાવ્યા અને સાથે જ પ્રોપર્ટી શો માં ફર્યા. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય લોકો કે જેને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી હોતી તેઓ ચર્ચાઓ કરીને લોહી ઉકાળા કરતા હોય છે જયારે ભાજપ-કોંગ્રેસના આગેવાનો સાથે હળીમળીને ઘણી વખત કાર્યક્રમોમાં જાેવા મળતા હોય છે.
આ વાત સામાન્ય નાગરિકોએ સમજવાની જરૂર છે મોટા રાજકારણીઓ કે જેઓ કોઈપણ પક્ષમાં હોય તેમના કામ આસાનીથી નીકળી જતા હોય છે. વ્યવસાયિક કામમાં પક્ષા પક્ષીથી દૂર રહીને કામ થતા હોય છે.
નોટબંધી વખતે કેટલા રાજકારણીઓએ નોટો બદલાવી હશે ?! તેની તપાસ થા યતો ખબર પડે કે “હમ સાથ-સાથ હૈ” રાજકારણમાં આવુ જ હોય છે સામાન્ય પબ્લિક વેરઝેર રાખીને ઝઘડી પડતી જાેવા મળે છે. જયારે ભાજપ-કોંગ્રેસ કે પછી કોઈપણ પક્ષના રાજકારણીઓ જાેડે ફરતા- કામ કરતા નજરે પડશે.