Western Times News

Gujarati News

હરભજનસિંહની ૨૩ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી

નવી દિલ્હી, ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
હરભજન સિંહે વર્ષે ૧૯૯૮માં ડેબ્યુ કર્યુ હતુ.૨૩ વર્ષ બાદ હવે તેણે ક્રિકેટને અલવિદા કહ્યુ છે.૧૭ વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ કેરિયરની શરુઆત કરી હતી.
ભજ્જીનુ કેરિયર શાનદાર રહ્યુ છે.તેણે ૧૦૩ ટેસ્ટમાં ૪૧૭ વિકેટ લીધા છે જ્યારે બે સદી સાથે ૨૨૩૫ રન પણ બનાવ્યા છે.જ્યારે ૨૩૬ વન ડે મેચોમાં તેણે ૨૬૯ વિકેટ ઝડપી છે.ટી-૨૦માં તેના નામે ૨૮ મેચમાં ૨૫ વિકેટો બોલે છે.

ભજ્જી અનિલ કુંબલે અને અશ્વિન બાદ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.આઈપીએલમાં પણ ભજ્જીએ ૧૫૦ વિકેટો ઝડપી છે.
હરભજન સિંહ સાથે તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિધ્ધુએ મુલાકાત કરી હતી અને તે સમયથી જ ચર્ચા ચાલી રહી છે કે, હરભજન બહુ જલ્દી રાજકારણમાં જાેડાઈ શકે છે.જાેકે આ વાતને ભજ્જીએ અફવા ગણઆવી છે.ભજ્જીએ કહ્યુ હતુ કે ,પોતાના સન્યાસનુ એલાન કરતા કહ્યુ હતુ કે, દરેક સારી વસ્તુઓનો અંત આવતો હોય છે.આજે હું ક્રિકેટને અલવિદા કહ્યુ છે અને મારી ૨૩ વર્ષની મુસાફરીને યાદગાર બનાવનારા દરેક વ્યકિતનો આભારી છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.