હરાજીથી રાખેલી જમીન ઉપર કબ્જાે જમાવનાર ૯ સામે લેન્ડ ગ્રેબિગનો ગુનો દાખલ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામની જમીન હરાજી ઉપર રાખનારની જમીન ઉપર ગામના માજી સરપંચ અને નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત ૯ લોકોએ કબજાે જમાવતા ફરિયાદીએ આખરે પોતાની જમીન મેળવવા માટે લેન્ડ ગ્રેબિગની ફરિયાદ દાખલ કરાવતાં નબીપુર પોલીસે લેન્ડ ગ્રેબિગ એક્ટ એક્ટ હેઠળ ૯ લોકો સામે ફરિયાદ દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ નબીપુર પોલીસ મથકમાં કલેકટરના આદેશ બાદ ફરિયાદી છગનભાઈ પટેલની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.જેમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અંગારેશ્વર ગામે જુના સર્વે નંબર ૩૬૧ તથા નવા સર્વે નંબર ૧૦૭ની જાહેર હરાજી બહાર પાડવામાં આવી હતી.
જે અનુસંધાને તપાસ કરાવતા જમીનના મૂળ માલિક તરીકે અંગારેશ્વર ગામના કાલિદાસ પુજાભાઈ વસાવા હતા તેઓએ શાકભાજી મંડળી ભરૂચ તથા બેન્ક ઓફ બરોડા શાખા સાથે છેતરપિંડી કરેલ હોય જે બાબતે નામદાર કોર્ટ ભરૂચમાં કેસ ચાલી જતા રૂપિયાની ચૂકવણીના અવેજમાં નામદાર કોર્ટે કાલિદાસ પૂજા વસાવાની જમીન પોતાના તાબા હેઠળ લઈ તારીખ ૧૦/૪/૨૦૧૯ ના રોજ જાહેર હરાજી કોર્ટ કમ્પાઉન્ડ ભરૂચ મુકામે રાખેલ હતી જે જાહેર હરાજીમાં ફરિયાદી તથા બીજા લોકોએ ભાગ લીધેલ હતો
અને જમીનનું ક્ષેત્રફળ હે.આર.ચો.મી.૧૧૨-૫૧નું હોય જે જમીન છેલ્લી બોલી ફરિયાદીએ રૂપિયા ૬૧ લાખ ૧૭ હજારની બોલતા સાતમાં એડિશનલ સિનિયર સિવિલ જજ ભરૂચના સ્પેશિયલ.દર..નંબર ૧૮/૦૫ આંક નંબર ૧૭૩થી હુકમ કરેલ કે વડોદરા બોડૅ ઓફ નોમિનિઝ કોર્ટ
વડોદરાએ લવારી મુકદમાં નં ૧૩૧૦/૯૪ માં તા ૧૧/૬/૨૦૦૩ના રોજ કરેલ હુકમનામાની બજવણીમાં તા ૧૦/૪/૨૦૧૯ ના રોજ લીલામીથી અંગારેશ્વર ભરૂચની સીમા આવેલ સર્વે નંબર જુનો ૩૬૧ (અ) નવો સર્વે નંબર ૧૦૭ ક્ષેત્રફળ હે.આર.ચો.મી. ૧-૧૨-૫૧ નું વેચાણ થયું તેના રૂપિયા ૬૧ લાખ ૧૭ હજાર આપીને ફરિયાદી સહિતના લોકોએ ખરીદી હતી.
ફરિયાદીની જમીન ઉપર અંગારેશ્વર ગામના ૯ લોકોએ કબજાે જમાવ્યો હોય જેના પગલે જમીન માલિકે લેન્ડ ગ્રેબિગની ફરિયાદ કરતા તંત્ર દ્વારા જમીનની માપણી કરી જમીન પર ગેરકાયદેસર કબજાે જમાવનાર કાભાઈ જીવાભાઈ માછી,સુરેશભાઈ જીવાભાઈ માછી,
સંજયભાઈ શનાભાઇ માછી,મહેશભાઈ ગોપચંદ માછી, કમલેશભાઈ ભીખાભાઈ માછી,બચુભાઈ વિઠ્ઠલભાઈ માછી,દિનેશભાઈ નાગજીભાઈ માછી,નાગજીભાઈ બાપુભાઈ માછી તમામ રહે અંગારેશ્વરનાઓ સામે નબીપુર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.