હરામી નાળામાંથી ૫ પાકિસ્તાની બોટ ઝડપાઈ, કોમ્બિંગ શરૂ
ભુજ, હરામીનાળામાંથી બીએસએફએ ૫ પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. પેટ્રોલિંગ દરમિયાન મ્જીહ્લને બિનવારસી હાલતમાં બોટ મળી આવી હતી.બીએસએફએ બોટમાં સવાર ઘૂસણખોરોને પકડવા માટે કોમ્બિંગ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા પણ કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બન્ને બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી.
ઓગસ્ટ મહિનામાં બીએસએફને કચ્છ જિલ્લા નજીક ભારત-પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતી હતી. સિંગલ એન્જિનવાળી બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં મળી આવતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે એ સમયે એ વિસ્તારમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
કચ્છની સંવેદનશીલ જળસીમાની સામેપાર પાકિસ્તાને ૪ સબમરીન તૈનાત કરવાની કવાયત હાથ ધરતાં ભારતિય સુરક્ષાદળો પણ આ ઘટનાક્રમને લઇ સતર્ક બની ગયા છે.
પાકની આ કવાયત પર ભારતિય સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે. સુત્રોએ આપેલી મહત્વની માહિતી અનુસાર તુર્કી દ્વારા પાકિસ્તાનને નાના કદની સબમરીન આપવામાં આવશે. ત્યારે પાકિસ્તાન આ તમામ સબમરીનને કચ્છની સામેપાર તૈનાત કરશે તે લગભગ નિશ્ચીત મનાઇ રહ્યું છે. પાક નેવીમાં આ સબમરીન જાન્યુ ૨૦૨૦ સુધી સામેલ થશે. આમેય આઇએમબીએલ અને સિરક્રીક પર પાકિસ્તાનનો હરહંમેશ નાપાક ડોળો મંડરાયેલો જ રહ્યો છે. તેવા સમયે કચ્છની સામેપાર સબમરીનની તૈનાતીના નિર્ણયને હળવાશથી લઇ શકાય તેમ નથી.
સિરક્રીક સહિતના ક્રીક વિસ્તાર તેમજ આંતરરાષ્ટ્રિય જળસીમાને સ્પર્શતા ખુલ્લા દરિયામાં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતા પેટ્રોલીંગ પર નજર રાખવા સાથે આ વિસ્તાર પર પોતાનો પગદંડો જમાવવાની પેરવી પાકિસ્તાન કરી રહ્યું છે. સબમરીનની તૈનાતી તેનો જ એક ભાગ છે. આ સબમરીનમાં આધુનિક ઉપલબ્ધ હથિયાર ઉપલધબ્ધ કરાવાશે તેવીય માહિતી હાથ લાગી છે.