હરિદ્વારમાં મલ્ટીનેશનલ કંપનીના ૨૮૮ કર્મચારી કોરોના પોઝિટિવ
હરિદ્વાર, ધર્મનગરી હરિદ્વારમાં કોરોના વાયરસના સંક્રમણનો વિસ્ફોટ થવાનો ખતરો ઊભો થયો છે, કારણ કે અહીંની એક મલ્ટીનેશનલ કંપનીના ૨૮૮ કર્મચારી કોવિડ-૧૯ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ કર્મચારી અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, આ તમામ કર્મચારી અન્ય લોકોના પણ સંપર્કમાં રહેતા હતા. પ્રશાસન હવે આ કર્મચારીઓની કોન્ટેક્ટ હિસ્ટ્રી તપાસી રહી છે. આ ઉપરાંત આ કંપનીના અન્ય ૪૦૦ કર્મચારીઓના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોટ?ર્સની રાહ જોવામાં આવી રહી છે.
રિપોટર્સ મુજબ, કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિનો જોતાં કંપનીની આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. એક પ્રશાસનિક અધિકારીએ મીડિયાને જાણકારી આપી કે કંપનીના ૨૮૮ કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૪૦૦ અન્ય કર્મચારીઓના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કંપનીના કર્મચારી સંક્રમિત થયા બાદ ૧૬૮ લોકોની ટીમને આ કર્મચારીઓની કોન્ટેક્ટ હિસ્ટ્રી અને તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દેશમાં વધતા કોરોના કેસોના ખતરાને લઈ ડાૅક્ટરોની સૌથી મોટી સંસ્યા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે આઇએમએ કહ્યું છે કે દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ચૂક્યું છે. તેની સાથ જ આઇએમએએ કહ્યું છે કે દેશમાં સ્થિતિ ખૂબ ખરાબ છે.ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત સૌથી વધુ કેસોના મામલે ત્રીજા સ્થાને છે. જોકે પ્રતિ ૧૦ લાખની વસ્તી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરીઓ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે.