હરિયાણવી સિંગર સંગીતાની રોહતકમાંથી લાશ મળી, બે આરોપીની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Haryanvi.jpeg)
નવીદિલ્હી, દિલ્હી પોલીસે ૧૧ મેથી ગુમ થયેલી હરિયાણવી ગાયિકા સંગીતા ઉર્ફે દિવ્યાના હત્યારાઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સંગીતાનો મૃતદેહ રોહતકમાં રોડ કિનારે મળી આવ્યો હતો.
આઈપીસીની કલમ ૩૬૫ હેઠળ જેપી કલાન પોલીસ સ્ટેશનમાં સંગીતાના ગુમ થવાની એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસ ૧૧ મેથી આરોપીને શોધી રહી હતી.
સઘન તપાસ બાદ પોલીસે હરિયાણાના મેહમમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસે જણાવ્યું કે જ્યારે આ બંને યુવકોની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ સંગીતા ઉર્ફે દિવ્યાનું અપહરણ કરીને તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
બેમાંથી એક તેને દિલ્હીથી લાવ્યો હતો અને તેને દવા આપીને તેની હત્યા કરી હતી. બાદમાં બંનેએ તેનો મૃતદેહ મેહમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ કિનારે ફેંકી દીધો હતો, જ્યાંથી પોલીસે લાશ કબજે કરી હતી.
સંગીતાની હત્યા સંદર્ભે મહેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમના મૃતદેહને પીજીઆઈ રોહતકમાં સાચવી રાખવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો.HS2