હરિયાણાના નવા ચૂંટાયેલા ૯૦ ધારાસભ્યોમાંથી ૮૪ કરોડપતિ
નવી દિલ્હી, ચુંટણી પર નજર રાખતી સંસ્થા એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મસે પોતાના એક વિશ્લેષણમાં જણાવ્યું છે કે હરીયાણાના નવા ચુંટાયેલા ૯૦ ધારાસભ્યોમાંથી ૮૪ ધારાસભ્યો કરોડપતિ છે. એડીઆરના રીપોર્ટ પ્રમાણે આ પહેલાની વિધાનસભામાં ૯૦માંથી૮પ ધારાસભ્યોની સંપત્તિ એક કરોડ રૂપિયા કરતા વધારે હતી. તેનો અર્થ એ છે કે કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો થયો છે.
એડીઆર રીપોર્ટ પ્રમાણે હરીયાણામાં વર્તમાન ધારાસભ્યોની સંપત્તિ એવરેજ ૧૮.ર૯ કરોડ રૂપિયા છે. ર૦૧૪માં આ આંકડો ૧ર.૯૭ કરોડ રૂપિયા હતો. એડીઆરના વિશ્લેષણ પ્રમાણે બીજેપીના ૪૦માંથી ૩૭ ધારાસભ્ય અને કોગ્રેસના ૩૧માંથી ર૯ ધારાસભ્ય કરોડપતિ છે.
દુષ્યંત ચૌટાલાની જનનાયકજતા પાર્ટીના ૧૦ ધારાસભ્યો સૌથી અમીર છે. જેમની એવરેજ સંપત્તિ રપ.ર૬ કરોડ રૂપિયા છે. રીપોર્ટ પ્રમાણે પ૭ ધારાસભ્યોની ઉંમર ૪૧થી પ૦ વર્ષની વચ્ચે છે. ૬ર ધારાસભ્યો પાસે ગ્રેજયુએટ કે તેના કરતા ઉપરની ડીગ્રી છે. રીપોર્ટ પ્રમાણે ૯૦ ધારાસભ્યોમાંથી ૧ર ઉપર અપરાધિક મામલા ચાલી રહયા છે. વર્તમાન વિધાનસભામાં આવા ધારાસભ્યોની સંખ્યા ૯ છે. અપરાધીક મામલાનો સામનો કરી રહેલા ધારાસભ્યોમાં ૪ કોગ્રેસના ર બીજેપીના અને ૧ જેજેપીનો છે. ૯૦ સભ્યોવાળી હરીયાણા વિધાનસભામાં બીજેપીને ૪૦ સીટો પર જીત મળી છે. કોગ્રેસના ખાતામાં ૩૧ સીટો આવી છે.