હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ
નવી દિલ્હી, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. ત્યારે કેટલાય મંત્રીઓ અને રાજનેતા તથા મોટી મોટી હસ્તીઓ આ વાયરસની ચપેટમાં આવ્યા છે. ત્યારે હવે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ કોરોનાગ્રસ્ત થયા છે. આ અંગે તેમણે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી છે. ભાજપના આ નેતાએ ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, સોમવારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યુ હતું કે, આજે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં હું પોઝિટીવ આવ્યો છું. મેં તમામ સહકર્મી અને સહયોગીઓને અપીલ કરૂ છું કે, જો તેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તો, તેઓ પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લે. તથા પોતાની જાતને કોરન્ટાઈન કરે.