હરિયાણામાં આવતીકાલથી એક અઠવાડિયાના ટોટલ લોકડાઉન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Lockdown1.jpg)
Files Photo
ચંડીગઢ: હરિયાણાના આરોગ્યમંત્રી અનિલ વિજે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાને પગલે સરકારે ૩ મેથી ૭ દિવસના ટોટલ લોકડાઉનનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૧૩૫૮૮ નવા કેસો આવ્યાં છે. તો ગુરુગ્રામમાં પણ કોરોનાના ૪૦૯૯ કેસો નોંધાયા છે.આખા રાજ્યમાં કોરોનાને કારણે ૧૨૫ લોકોના મોત થયા હતા. તો સામે પક્ષે ૮૫૦૯ લોકો સાજા પણ થયા હતા.
દેશમાં સંક્રમણના મામલા શુક્રવારની સરખામણીએ શનિવારે થોડા ઓછા કેસ આવ્યા છે. ગત ૨૪ કલાકમાં આની સંખ્યા ૩, ૯૨, ૪૫૯ રહી છે. જાે કે દેશમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૩ લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાના કારણે ૩૬૮૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોનાના ૩ લાખ ૯૨ હજાર ૪૫૯ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુસ સંખ્યા વધી ૧,૯૫,૪૯,૯૧૦ થઈ ગઈ તથા ૩૬૮૪ લોકોના મોત થયા છે એ બાદ કુલ મોતની સંખ્યા વધીને ૨,૧૫,૫૨૩ થઈ ગઈ છે.