Western Times News

Gujarati News

હરિયાણામાં કોરોનાની બીજી લહેર: એક દિવસમાં ૩૧ના મોત

Files Photo

ચંડીગઢ, હરિયાણામાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક થતી જઇ રહી છે. મંગળવારે થયેલ ૨૪ મોત બાદ બુધવારે પણ પ્રદેશમાં ૩૧ દર્દીઓના કોરોનાગ્રાસ બન્યા છે એકલા પીજીઆઇ રોહતકમાં ૧૧ દર્દીઓના એક દિવસમાં મોત નિપજયા છે. બે દિવસમાં રોહતક પીજીઆઇમાં ૧૮ દર્દીઓના મોત નિપજયા છે. ગુરૂગ્રામ,ફરીદાબાદ હિસાર અને કરનાલ એવા જીલ્લા છે જયાં સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા સૌથી વધુ છે અત્યાર સુધી ગુરૂગ્રામમાં ૨૩૩, ફરીદાબાદમાં ૨૬૬,હિસારમાં ૧૫૬ અને કરનાલમાં ૧૨૨, સિરસામાં ૯૦ રોહતકમાં ૮૫ મોત થઇ ચુકયા છે.પ્રદેશમાં હજુ પણ ૩૦૩ દર્દીઓની હાલત નાજુક બનેલ છે જેમને વેટિલેટર અને ઓકસીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

પ્રદેશમાં સંક્રમણનો દર સતત વધવા લાગ્યા છે અને રિકવરી કેટ પણ નીચે આવી રહ્યો છે આરોગ્યએ સાવધાની માટે પ્રદેશમાં ૨૧૦૮૬૧ દર્દીને ચિકિતદ્‌સીય દેખરેખમાં રાખ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં હરિયાણામાં ૨૫૪૬ નવા સંક્રમણ દર્દી સામે આવી ચુકયા છે અને ૧૮૨૯ દર્દી ઠીક થઇ ગયા છે.દમ તોડનારા ૩૧ દર્દીઓમાંથી બે દર્દી ગુરૂગ્રામ ચાર હિસાર ત્રણ કરનાલ ૧૧ દર્દી રોહતક ત્રણ સિરસા એક ભિવાની ચાર ફતેહબાદ એક કૈથલ અને બે દર્દી જીંદના સામેલ છે.

રોહતકમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધી રહી છે. રોહતક નગર નિગમ તરફથી એક દિવસમાં માત્ર ચાર સંક્રમિત શબોને સળગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે બે શિફટોમાં સાત શબોને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને એકને દફનાવવામાં આવ્યો ૧૦ શબોને અંતિમ સંસ્કાર માટે હજુ રાખવામાં આવ્યા છે.ગત ૨૪ કલાકમિાં ગુરૂગ્રામમાં સૌથી વધુ ૭૨૬ નવા દર્દી આવ્યા છે. જેમાં ફરીદાબાદમાં સૌથી વધુ ૫૫૧ દર્દીઓ છે. તહેવારોને ધ્યાનમાં રાખી તમામ જીલ્લામાં કોવિડ ટેસ્ટિંગ વધારવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.