હરિયાણામાં ફરી ખેડૂતોની પોલીસ સાથે ટક્કર, ધક્કામુક્કી બાદ ખેડૂતો પર પાણીનો મારો ચલાવાયો
ઝજ્જર: હરિયાણાના ઝજ્જરમાં ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા ખેડૂત અને પોલીસ કર્મીઓ વચ્ચે આજે ફરી હિંસક અથડામણના સમાચાર છે.
આજે સવારે મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષ ખેડૂત હાથમાં ઝંડો લઇને ઉપ મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળ તરફ જતા જોવા મળ્યા હતા પરંતુ વચ્ચે રસ્તામાં તેમની પોલીસ સાથે ટકરાવ થયો હતો.
આ ઘટનાનો વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે ખેડૂત અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઇ રહી છે. થોડી વારમાં પોલીસે ત્યા પહોચીને વોટર કેનનથી ખેડૂતોની ભીડને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતા ખેડૂત આગળ વધતા રહ્યા હતા. પોલીસે તેમના રસ્તાની બેરિકેડિંગ પણ કરી હતી પરંતુ ખેડૂતોએ તેને હટાવી દીધી હતી.
આ ઘટના પહેલા પરેશાનીને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા અને માર્ગોને બદલી નાખવામાં આવ્યા હતા પરંતુ પોલીસના તમામ પ્રયાસ બેકાર જોવા મળ્યા હતા. જ્યારે ખેડૂત નહતા માન્યા ત્યારે ડેપ્યુટી કમિશનર શ્યામલાલ પૂનિયા કાર્યક્રમ સ્થળે પહોચ્યા હતા અને તેમણે ખેડૂતોને શાંતિ રાખવાની અપીલ કરી હતી.
ડેપ્યુટી કમિશનરે ખેડૂતોને અપીલ કરી કહ્યુ, “તમે લોકતાંત્રિક રીતે વિરોધ કરી શકો છો. અમે પણ તમારા બાળક છીએ અને અમે સરકારી ડ્યૂટી પર છીએ. કૃપયા અમને પોતાનું કર્તવ્ય નીભાવવાથી ના રોકો. આ કાર્યક્રમ સમાજ માટે કામ કરનારા એક સંગઠન દ્વારા આયોજિત છે. કૃપયા કાર્યક્રમને રોક્યા વગર પોતાનો વિરોધ નોંધાવે.