હરિયાણામાં બે છાત્રો પર ગોળીબાર કરી હત્યા કરાઇ
સોનીપત: હરિયાણાાં ધોળા દિવસે બે છાત્રોને ગોળી મારી હત્યા કરવામાં આવી છે સોનીપુતના ગોહાનામાં ડ્રેન નંબર આઠની પાસે સવારે હુમલાખોરોએ બહુતકનીકી સંસ્ખાનના બે છાત્રો પર આડેધડ ગોળીબાર કર્યા હુમલામાં પાંચ ગોળી લગાવાથી એક છાત્રનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું આ સાથે જ ગંભર હાલમાં સારવાર દરમિયાન અન્ય છાત્રે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. પોલીસે શબોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ગામ રભડાના રહેવાસી રોહિત અને એસપી માજરાના રહેવાસી સાહિલ ગોહાનામાં બહુતકનીકી સંસથનમાં છાત્ર હતાં બંન્ને ગુરૂવારે સવારે ગોહાનામાં પહોંચ્યા હતાં સવારે લગભગ ૧૦ વાગે જયારે તે ડ્રેન નંબર આઠની પાસે પહોંચ્યા તો આ દરમિયાન હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો રોહિતને લગભગ પાંચ ગોળી વાગી અને તેના સાથીને પણ બેથી ત્રણ ગોળી વાગી હતી હુમલા બાદ બંન્ને જમીન પર પટકાયા હતાં ત્યારબાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતાં.
ગોળી વાગવાથી રોહિતનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું સાહિલને ગંભીર સ્થિતિમાં સામાન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જયાં તેનું પણ મોત નિપજયું હતું લોકોએ આ અંગેની જાણ સિટી પોલીસને કરી હતી માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે પોલીસનું કહેવુ છે કે મામલાની માહિતી છાત્રાઓના પરિવારજનોને આપી દેવામાં આવી છે પરિવાજનોના નિવેદન પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે હાલમાં શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે કેટલાક લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે પોલીસે કહ્યું કે આરોપી સામે કાર્યવાહી કરાશે