હરિયાણામાં મોદી દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/PM-Modi-Haryana.jpg)
બાલાકોટ, ૩૭૦ અંગે વાત કરવાથી કોંગી હેરાન થાય છે
ગોહાના, હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં છે. આવતીકાલે ચૂંટણી પ્રચારનો અંત આવે તે પહેલા વડાપ્રધાન મોદીએ પણ બંને રાજ્યોમાં ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યો છે. આજે મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મહારાષ્ટ્રમાં આક્રમક પ્રચાર કર્યા બાદ હવે હરિયાણામાં પણ રેલી યોજી રહ્યા છે.
આજે પ્રચાર દરમિયાન હરિયાણાના ગુહાનામાં મોદીએ કોંગ્રેસ ઉપર અનેક આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ અથવા કલમ ૩૭૦ની વાતો કરીએ છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીની ઉંઘ હરામ થઇ જાય છે. બંને રાજ્યોમાં પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા કલમ ૩૭૦ અને બાલાકોટ જેવા મુદ્દા ઉઠાવીને પ્રહારો કરવામાં આવી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, અમે સ્વચ્છ ભારતની વાત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને તકલીફ થાય છે જ્યારે અમે સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટનું નામ લઇએ છીએ.
ત્યારે કોંગ્રેસ પાર્ટીના સભ્યો પરેશાન થાય છે. પાકિસ્તાનના લોકોને પસંદ પડે તે પ્રકારની ભાષાનો ઉપયોગ કોંગ્રેસ પાર્ટીના લોકો કરી રહ્યા છે. એકબાજુ પીડા અને બીજી બાજુ હમદર્દી દર્શાવવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે કેમેસ્ટ્રી બેસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસી લોકોના નિવેદનોથી પાકિસ્તાન મજબૂતરીતે કેસ કરે છે. કોંગ્રેસના નેતાઓએ મોદીને ઘેરવા માટે ખોટા વચનો આપ્યા છે જેના કારણે પાકિસ્તાન સમગ્ર દુનિયાની સામે પોતાના કેસને મજબૂત બનાવે છે.
મોદીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓના કાશ્મીરના મુદ્દા પર જે નિવેદન આવ્યા છે તે કોના કામમાં આવ્યા છે. તેમના નિવેદનને લીધે કોઇને વધુ ફાયદો થયો છે. પાકિસ્તાને ક્યા ક્યા તેનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાનના લોકોને પસંદ પડે તેવી ભાષા બોલવામાં આવી રહી છે. કોંગ્રેસમાં કલમ ૩૭૦ને દૂર કરવાને લઇને જે લોકો હોબાળો કરી રહ્યા હતા તે ટોળકી હરિયાણામાં મોરચા સંભાળવા માટે તૈયાર છે. દેશના જવાનોને અપમાનિત કરવામાં આવે છે. ૨૦૧૪ બાદથી Âસ્થતિ બદલાઈ ચુકી છે.