હરિયાણામાં સલૂનમાં ચાલી રહેલ દેહવેપારમાં દરોડો પાડી ૪ યુવતી અને ૨ યુવકની ધરપકડ
યમુનાનગર, હરિયાણાના યમુનાનગરના પાશ વિસ્તાર મોડલ ટાઉનમાં સલૂનમાં દેહ વેપાર ચાલી રહ્યો હતો. હાઈકમાન્ડથી આવેલા એક આદેશ પર પોલીસે જ્યારે સલૂન પર દરોડો પાડ્યો તો આ સલૂનની અંદરનો નજારો જોઈને ચોંકી ગયા. પોલીસે સલૂનની અંદર આપત્તિજનક સ્થિતિમાં મળેલી ૪ યુવતીઓની સાથે બે યુવકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે એ પૈસા પણ જપ્ત કર્યા છે જે ગ્રાહક રિસેપ્શન પર આપીને કેબિનની અંદર સુધી પહોંચતા હતા.
મળતી માહિતી મુજબ મામલની ફરિયાદના હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજની પાસે આવી હતી. તેમના આદેશ પર એસપીએ પોલીસ ટીમની રચના કરી કાર્યવાહી કરવા માટે મોકલી હતી પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સલૂન પહેલા માળે હતી જેમાં અલગ-અલગ કેબિન પણ બનાવવામાં આવી હતી. આરીપોઓની ધરપકડ કર્યા બાદ હવે એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ બિલ્ડિંગ કોનું છે અને ભાડાનું એગ્રીમેન્ટ કોના નામે છે. સીઆઈએ-૨ના ઇન્ચાર્જ જયપાલ આર્યએ જણાવ્યું કે આ મામલો ગૃહ મંત્રીના ધ્યાનમાં હતો. એસપી તરફથી કાર્યવાહીના આદેશ મળ્યા હતાં. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. દેહવેપારનો ધંધો ક્યારથી ચાલી રહ્યો હતો અને એવામાં આ સલૂનની પાછળ વધુ કોણ-કોણ છે એ વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને હજુ સુધી સલૂનના માલિકની ભાળ નથી મળી. માલિકને શોધવા ટીમ બનાવવામાં આવી છે જે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.