હરિયાણામાં સેપ્ટિક ટેન્કમાં પડતાં બાળક સહિત ૩નાં મોત
ચંદિગઢ, હરિયાણાના નુહ જિલ્લામાં સેપ્ટિક ટાંકીમાં પડી જવાથી ૮ વર્ષના બાળક સહિત ૩ લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે નુહ જિલ્લાના બિછોર ગામમાં બની હતી. ૮ વર્ષનો છોકરો તેની નજીક રમતા અચાનક ટાંકીમાં પડી ગયો હતો. આવી સ્થિતિમાં છોકરાના પિતા અને તેના કાકા તેને બચાવવા માટે ટાંકીમાં ઉતર્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ત્રણેય લોકોના મોત થયા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના રહેવાસી દિનુના ઘરની બહાર ૨૦ ફૂટ ઊંડી સેપ્ટિક ટાંકી બનાવવામાં આવી હતી. ટાંકી પથ્થરના સ્લેબથી ઢંકાયેલી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દિનુનો ૮ વર્ષનો પૌત્ર આરિઝ મંગળવારે ટાંકી પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન તે ટાંકી પર ઉભો રહ્યો હતો. જેના કારણે તેનું કવર તૂટી ગયું હતું.આ ઘટના બાદ છોકરાના પિતા સિરાજુ (૩૦) અને તેના કાકા સલામુ (૩૫) તેને બચાવવાના પ્રયાસમાં ટાંકી અંદર ગયા હતા પરંતુ લાંબા સમય સુધી કોઈ બહાર ન આવતાં પરિવારના લોકોએ બુમાબુમ કરી હતી. ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
લોકોની મદદથી મૃતદેહોને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ત્રણેયના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે.જાેકે, પરિવારે આ ઘટના અંગે પોલીસને કોઈ ફરિયાદ નોંધાવી નથી. નાયબ પોલીસ અધિક્ષક (પુન્હાના) શમશેર સિંહે કહ્યું હતું કે, ‘આ ઘટના આઘાતજનક બની છે પરંતુ પરિવાર અને ગ્રામજનોએ પોલીસને જાણ કરી નહોતી. તેઓએ મૃતદેહોને દફનાવી દીધા છે કારણ કે તેઓ દાવો કરે છે કે, તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તો અમે શા માટે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ.’SS2KP