હરિયાણામાં ૨૦ વર્ષ ભોગવી તે ગુનાની સજા જે કર્યો ન હતો
ચંડીગઢ: એક યુવતીના અપહરણના દોષી ઠેરવવામાં આવેલ હરિયાણાના બે લોકોને ૨૦ વર્ષ બાદ ન્યાય મળ્યો છે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે બંન્નેને દોષમુકત ઠેરવતા કહ્યું કે પોલીસે કેસ સાબિત કરવા માટે ખોટી કહાની બનાવી છે ટ્રાયલ કોર્ટે પણ આ મામલામાં ગંભીરતા બતાવી નથી અને સજા સંભળાવી છે.આ મામલો ૨૦૦૧નો છે સોનીપત નિવાસી ૧૪ વર્ષની એક યુવતીએ પોલીસને ફરિયાદ કરી હતી કે બે યુવકોએ તેનું અપહરણ કર્યું અને તેની સાથે ખોટું કામ કરવાનો પ્રયાસ ક્યો પરંતુ શોર કરતા તે ભાગી ગયા આ મામલામાં પોલીસે સાત જુલાઇ ૨૦૦૧ના રોજ એફઆઇઆર દાખલ કરાવી હતી.
૧૧ ઓગષ્ટ ૨૦૦૪ના રોજ સોનીપત ફાસ્ટ ટ્રેક કોર્ટે દલબીર અને બિશનને ૨ વર્ષની સજા સંભળાવી આ સજાને પડકનાર આપતા બંન્નેએ ૨૦૦૪માં હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી ૪ વર્ષ ટ્રાયલ કોર્ટમાં અને ૧૬ વર્ષ હાઇકોર્ટનાં કાનુની લડાઇ બાદ આખરે હાઇકોર્ટમાંથી તેમને ન્યાય મળ્યો અને બંન્નેને મુકત કરી દેવામાં આવ્યા
પોતાના નિર્ણયમાં હાઇકોર્ટે કહ્યું કે આ મામલામાં ફરિયાદી પક્ષની કહાની શરૂઆતથી જ નબળી રહી છે પીડિતા યુવકોની સાથે જતા જરાય પણ બુમો પાડી નહીં પીડિતા અનુસાર તેના સાથે કંઇ ખોટું થયુ નથી તો તેના અંતરવસ્ત્રો પર સીમન કેવી રીતે મળ્યા પોલીસે બીજીવાર તપાસ ખાનગી ડોકટર પાસે કેમ કરાવી ટ્રાયલ કોર્ટે આ પક્ષો પર ધ્યાન આપ્યું નહીં ભલે જ મામલો મહિલા પ્રત્યે અપરાધનો છે પરંતુ અદાલતોને આ મામલામાં સંવેદનશીલ થવાની સાથે જ એ પણ ધ્યાન રાખવું જાેઇએ કે અપરાધ ન્યાયશાસ્ત્રીનો સુવર્ણ સિધ્ધાંત ન તુટે અપરાધ ન્યાયશાસ્ત્રના સુવર્ણ સિધ્ધાંત અનુસાર આરોપીને સ્વયંને નિર્દોષ સાબિત કરવાથી મહત્વપૂર્ણ થઇ જાય છે કે ફરિયાદી પક્ષ આરોપી પર અપરાધ સાબિત કરે અપરાધ સાબિત કરતા તેને કોઇ પણ રીતે શકથી ઉપર હોવું ખુબ જરૂરી છે