હરિયાણા અને રાજસ્થાનમાં પારો ઝીરો ડિગ્રી ઉપર પહોંચ્યો
નવીદિલ્હી, પહાડોમાં નવી બરફવર્ષા બાદ ઉતર ભારતના કેટલાક વિસ્તારોમાં શીતલહેરનો પ્રકોપ વધુ વધી ગયો છે. હરિયાણા અને હિસારના કેટલાક ભાગોમાં તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે.ભારતીય મૌસમ વિભાગ અનુસાર પશ્ચિમ વિક્ષોભના કારણે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદ્દાખ અને ઉતરાખંડમાં બરફ પડી શકે છે.
દિલ્હીમાં પણ શીતલહેરનો પ્રકોપ જારી છે ઠંડી હવાઓથી શહેરનું ન્યુનતમ તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે મૌસમ વિભાગ અનુસાર મેદાની વિસ્તારોમાં શીતલહેરના કારણે ન્યુનતમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જયારે ન્યુનતમ તાપમાન બે ડિગ્રી કે તેનાથી ઓછું થાય તો શીતલહેરનો કહેર વધુ તેજ થઇ જાય છે.
કાશ્મીરમાં સામાન્ય બરફવર્ષા થઇ શકે છે આવા સમયમાં ત્યાં હાજર પર્યટકોના આનંદમાં વધારો થઇ જશે શ્રીનગરમાં આજે બરફવર્ષા થયો હતો ઉત્તર કાશ્મીરનું ગુલમર્ગમાં સાત ઇચ સુધી બરફ ઢંકાઇ ગયું છે. શ્રીનગરનું ન્યુનતમ તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું ધાટીમાં ગુલમર્હ સૌથી વધુ ઠંડો વિસ્તાર માનવામાં આવે છે.
મૌસમ વિભાગે માહિતી આપી કે હિમાચલ પ્રદેશમાં પણ ન્યુનતમ તાપમાન એક તરફ બે ડિગ્રી સેલ્સિયસ વધુ નીચે ઉતર્યું અને રાજયમાં પણ શીતલહેર પ્રકોપ જારી છે. કિલોગ વિસ્તારનું સૌથી ઠંડુ રહ્યું છે.જયારે સાત શહેરોનું ન્યુનતમ તાપમાન જમાવ બિદુની નીચે ચાલ્યું ગયું હતું પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ઠંડી હવાઓએ લોકોની કપકપી છુટાવી દીધી છે હરિયાણના કેટલાક વિસ્તારોમાં તાપમાન ચાર ડિગ્રીથી પણ ઓછું રહ્યું પંજાબના અમૃતસરમાં ૦.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન માપવામાં આવ્યું હતું.
મધ્યપ્રદેશમાં પણ શીતલહેરની અસર જાેવા મળી રહી છે પ્રદેશના ૭૦ ટકા વિસ્તરોમાં ભારે ઠંડી પડી રહી છે ભોપાલ સહિત ૧૭ જીલ્લામાં રાતનું તાપમાન આઠ ડિગ્રી રહ્યું આ ઉપરાંત ઉજજૈન સહિત પાંચ જીલ્લામા ંપણ કોલ્ડ ડે રહ્યું રાજસ્થાનના ચુરૂમાં માઇનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન માપવામાં આવ્યું રાજયમાં પાંચ શહેરોમાં તાપમાન માઇનસ ડિગ્રીમાં ચાલ્યું ગયું હતું આ વખતની ઠંડીમાં આવું પહેલીવાર થયંું આબુમાં માઇનસ ચાર ડિગ્રી, સીકરમાં માઇનસ એક ડિગ્રી પિલાની અને ભિલવાડામાં એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાેવા મળ્યું.HS