હરિયાણા સચિવાલયની બહાર ખેડૂતોના ધરણાં

ચંદિગઢ, હરિયાણામાં સચિવાલયની બહાર ખેડૂતો ધરણા પર બેસી ગયા છે અને હવે ત્યાંથી હટવા માટે તૈયાર નથી. ૨૮ ઓગસ્ટે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ બાદ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે અને ઘાયલ ખેડૂતોને વળતર આપવા માટે માંગણી સાથે ખેડૂતોએ ગઈકાલે એક રેલી કાઢીને સચિવાલયનો ઘેરાવો કર્યો હતો.
એ પછી તંત્ર સાથે ખેડૂતોની વાતચીત થઈ હતી. જાેકે વાતચીત પડી ભાંગ્યા બાદ ખેડૂતો સચિવાલયની બહાર બેસી ગયા છે. ખેડૂતો અને પોલીસો વચ્ચે સંઘર્ષ પણ થયો છે. ખેડૂતો પર વોટર કેનનનો ઉપયોગ કરીને તેમને હટાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી. જાેકે ખેડૂતો ત્યાં જ બેસી રહ્યા છે. ધરણા સ્થળ પર રાકેશ ટિકૈત સહિતના બીજા ખેડૂત નેતાઓ પણ હાજર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.
બીજી તરફ ખેડૂતો અને તૈનાત જવાનો માટે બે ગુરુદ્વારા ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. ખેડૂત નેતાઓએ સચિવાલયની બહાર દેખાવો કરવાનુ ચાલુ રાખવાનુ નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, યુપી બાદ હરિયાણામાં પણ ખેડૂતોએ ગઈકાલે મહાપંચાયત બોલાવવાની જાહેરાત કરી હતી અને એ પછી ખેડૂતોએ ગઈકાલ રાતથી સચિવાયલયનો ઘેરાવો કરી રાખેલો છે.SSS