હરિયાણા સરકારે કિસાનો માટે સરકારી ખજાનો ખોલી દીધો

Files Photo
ચંડીગઢ: હરિયાણાની મનોહરલાલ સરકાર કિસાનોના ગિતોમાં અનેક યોજનાઓ લાગુ કરી તેમનો વિરોધને શાંત કરવામાં લાગી છે.હરિયાણામાં ત્રણ કૃષિ કાનુનોના લાંબા વિરોધ વચ્ચે પ્રદેશ સરકારે કિસાન કલ્યાણની યોજનીઓ પર સરકારી ખજાનો ખોલી દીધો છે. પ્રદેશ સરકારનો દાવો છે કે તેનાથી રાજયના ૪૨ લાખ કિસાનોને લગભગ ૧૧ હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે રાજય સરકારે પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજના હોય કે ફસલ વીમા યોજના ભાવાંતર ભરપાઇ યોજના હોય કે પ્રાકૃતિક આપદાથી ખરાબ થનાર પાકનું વળતર તમામ યોજનાઓ હેઠળ કિસાનોને મદદ આપી રાજય સરકારનું કહેવુ છે કે પ્રભાવિત કિસાનોને તાકિદે લાભ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી મનોહર લાલ કિસાન કલ્યાણની આ યોજનાઓના અમલનું પોતે મોનીટરીંગ કરી રહ્યાં છે. દિલ્હી હરિયાણા સીમા પર સાત મહીનાથી ચાલી રહેલ કિસાન આંદોલનનું સ્વરૂપ હવે બદલાઇ રહ્યું છે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી મનોહર લાલે તાજેતરમાં આ આંદોલનને કોંગ્રેસની રીજનીતિથી પ્રેરિત બતાવતા હકીકતમાં કિસાનોના કલ્યાણની યોજનાઓને લાગુ કરવા પર ભાર મુકયો છે અડધા ડઝનથી વધુ યોજનાઓમાં રાજયના ૪૨ લાખ કિસાનોને સરકાર અત્યાર સુધી ૧૦ હજાર ૬૭૩ કરોડ રૂપિયાની સહાયતા પહોંચાડી ચુકી છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિમાં ૧૯ લાખ ૪૩ હજાર કિસાનોને સરકારે ૨૫૯૫ કરોડ ર-પિયાની મદદ કરી પ્રધાનમંત્રી ફસલ પાસ વીમા યોજના હેઠળ રાજયના ૧૮ લાખ ૧૫ હજાર કિસાનોને લાભાન્વિત કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક આપદાથી ફસલ ખરાબ થવાની સ્થિતિમાં ભાજપ જજપા ગઠબંધનની સરકારે ૨૭૬૫ કરોડ રૂપિયાનું વળતર પ્રભાવિત કિસાનો આપ્યું છે તેમાં ગત કોંગ્રેસ સરકાર દ્વારા જાહેર તે વળતર પણ છે જે કિસાનોને સમયથી મળી શકયું ન હતું. ભાવાંતર ભરપાઇ યોજના હેઠળ ૪૧૮૪ કિસાનોને ૧૦.૧૨ કરોડ રૂપિયાની રાહત રકમ મળી છે ભાવાંતર ભરપાઇ યોજના હેઠળ વિવિધ ફળ શાકભાજીના ભાવ નિર્ધારિત કરવામાં આવે છે.
સરકાર દ્વારા નિર્ધારિત ભાવથી ઓછા ભાવ પર શાકભાજી કે પાક વેચવાની સ્થિતિમાં સરકાર નુકસાનની ભરપાઇ કરે છે. સરચાર્જ માફી યોજનાનો લાભ ઉઠાવનારા કિસાનોની સંખ્યા એક લાખ ૧૨ હજાર ૩૦૦ છે જેમણે ૨૪ કરોડ રૂપિયાનો લાભ હાંસલ કર્યો છે ભૂમિગત પાઇપ લાઇન યોજના હેઠળ ૧૯૫૭ કિસાનોને ૮.૩૪ કરોડ રૂપિયાની રાહત પ્રદાન કરવામાં આવી છે.હરિયાણા સરકાર કિસાનોને ખાતરની ખરીદી પર પણ છુટ આપે છે આ રકમ એક હજારથી ચાર હજાર રૂપિયા પ્રતિ કિવંટલ સુધી નિર્ધારિત છે. હરિયાણા સરકાર હવે કિસાન કલ્યાણના બે મોટા નિર્ણય લેવા પર વિચાર કરી રહી છે