હરિયાળા પાટનગરમાં વનવિભાગની સરકારી જમીન પર ઝૂંપડાઓ નું સામ્રાજ્ય
ગાંધીનગર ,ગાંધીનગરની આગવી ઓળખ એટલે “વૃક્ષો” તેનાથી મળતી હરિયાળી. જેમાં હવે દિવસે ને દિવસે ઠેર-ઠેર ઝૂંપડાઓ બનાવીને રહેવા લાગ્યા છે ની વૃક્ષોને કાપીને બળતણ તરીકે ઉપયોગ કરે છે અને વન વિભાગની જમીન પર કબજો જમાવી બેઠા છે.
રાજ્યના પાટનગરમાં મોટાભાગના સેક્ટરોમાં અને અન્ય સ્થળોએ ઝુંપડા બાંધીને વેપાર-ધંધાના અડીંગા લગાવીને બેઠા છે
જેમાં વન વિભાગના અધિકારીઓની મીલીભગત કે કોઈ અંગત સ્વાર્થને લીધે હરિયાણા પાટનગર અને ગેરકાયદેસર રીતે વેપાર-ધંધા અને ઝૂંપડાઓ નો અડ્ડો બનાવી દીધો હોય તેવું નજરે પડે છે.
છેલ્લા ઘણા સમયથી વનવિભાગે ઝુંપડા અને ફૂટપાથ પર દબાણ કરી વેપાર-ધંધા ચલાવતા લોકો પર કોઈપણ કામગીરી કરી નથી અને વનવિભાગ પોતાની જવાબદારીમાં બેદરકારી રાખી રહ્યું છે જેના લીધે વનવિભાગ શંકાના દાયરામાં આવી ગયું છે.
કરોડોના રસ્તા ફુટપાથ તૂટીને ઉભા વૃક્ષો વેતરાય ની ઠેરઠેર ઝુપડપટ્ટી ને દબાણમાં ફેરવાઈ ગયું છે વર્ષોથી વનારક્ષિત રહેલા વિસ્તારોમાં રોજે રોજ સેંકડો વૃક્ષો પર જેસીબીના ઘા થાય છે વાનરો, અબોલ પક્ષીઓના આવાસો ઝુંટવાય છે.