Western Times News

Gujarati News

હરીયાણામાં પણ શાળાઓ બંધ: શુદ્ધ હવા લેવા માટે સિમલા તરફ દિલ્હીવાસીઓનો ધસારો

File

લોકડાઉનના એક દિવસ પછી પણ હવા ઝેરી

દિલ્હી, રાજધાની દિલ્હીમાં આજે વાયુ પ્રદૂષણમાં થોડી રાહત મળી છે. ગઈકાલે દિલ્હીમાં છઊૈં એટલે કે હવાની ગુણવત્તા ૪૭૬ હતી, જે આજે ઘટીને ૩૮૬ થઈ ગઈ છે. એટલે કે, હવામાં થોડો સુધારો થયો છે, પરંતુ તે હજી પણ અત્યંત ખરાબ શ્રેણીમાં છે.

ગઈકાલે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ માટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઈમરજન્સી પ્લાન જણાવવા કહ્યું હતું. પછી સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંશિક લોકડાઉન લગાવી દીધું હતું. આ તરફ ગુજરાતમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં હવાનું પ્રદૂષણ ખરાબ કેટેગરીમાં નોંધાયું છે.

દેશના ઘણા ભાગોમાં ખરાબ હવાના કારણે મોટી સંખ્યામાં લોકો પર્વતીય પ્રદેશોમાં ફરવા જઇ રહ્યા છે. શિમલાના હોટેલ ડ્રાઈવરે કહ્યું કે હાલમાં હોટેલો દરરોજ ૭૦-૮૦% સુધી ફુલ છે. દિવાળી પછી હોટલોનું બુકિંગ વધ્યું છે. હિમાચલનો છઊૈં પડોશી રાજ્યો કરતાં ઘણો સારો છે. આવી સ્થિતિમાં પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ અહીં સારી હવા લેવા માટે આવી રહ્યા છે.

દિલ્હી સરકાર દ્વારા તમામ શાળાઓને એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સરકારી કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. નેશનલ રાજધાનીમાં આંશિક લોકડાઉન જેવા આ ર્નિણયો પ્રદુષણ મુદ્દે યોજાયેલી તાકીદની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ર્નિણયોની જાહેરાત કરી હતી અને ચેતવણી આપી હતી કે અમે સંપૂર્ણ લોકડાઉન મુદ્દે પણ વિચાર કરી રહ્યા છીએ. ખાનગી વાહનો પણ બંધ કરવાનું વિચારી રહ્યા છે. તમામ બાંધકામ પ્રવૃત્તિઓને અટકાવી દેવામાં આવી છે.

દિલ્હીમાં દિવસે ને દિવસે ઝેરી હવા પ્રદૂષણ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ એનવી રમના દિલ્હીના હવાના પ્રદૂષણ મુદ્દે એક અરજી પર સુનાવણી કરી હતી. તેમણે સરકારને ઠપકો આપતા કહ્યું કે તમે જાેઈ રહ્યા છો કે સ્થિતિ કેટલી ગંભીર છે.

અમે અમારા ઘરોમાં પણ માસ્ક પહેરીને રહીએ છીએ. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં શાળાઓ ખોલવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. જેમ કે દિલ્હીમાં વાહનો રોકવા અને લોકડાઉન લાગુ કરવું.

ચીફ જસ્ટિસ રમનાએ સરકારને પૂછ્યું, તમે કેમ એવું જણાવવા માંગો છો કે માત્ર પરાલી સળગાવવાને કારણે જ પ્રદૂષણ થઈ રહ્યું છે. તેમાંથી અમુક ટકા જ હવાનું પ્રદૂષણ ફેલાય છે, બાકીનું શું? તમે દિલ્હીનું પ્રદૂષણ રોકવા માટે શું કરી રહ્યા છે? તમારે ઇમરજન્સી પ્લાન લાવવો જાેઈએ.

મને કહો કે ઈમરજન્સીના પગલાં લેવા માટે તમારી યોજના શું છે? બે દિવસનું લોકડાઉન? છઊૈંમાં ઘટાડો કરવા માટે તમારી શું યોજના છે? અમને માત્ર બે-ત્રણ દિવસનો પ્લાન નહીં પણ યોગ્ય પ્લાન જણાવો.

હરિયાણા સરકારે વધતા વાયુ પ્રદૂષણને કારણે ચાર જિલ્લાની તમામ શાળાઓને ૧૭ નવેમ્બર સુધી બંધ રાખવાનો ર્નિણય લીધો છે. આ પહેલા દિલ્હી સરકારે તમામ શાળાઓ બંધ રાખવા અને સરકારી કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાનો આદેશ પણ આપ્યો છે.

હરિયાણા સરકારે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણના સ્તર વચ્ચે ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં તમામ શાળાઓને ૧૭ નવેમ્બર સુધી બંધ રાખવાનો ર્નિણય લીધો છે. સરકારે કહ્યું છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને ૧૭ નવેમ્બર સુધી લાગુ રહેશે.

બાળકોને પ્રદૂષણની પ્રતિકૂળ અસરોથી બચાવવા માટે દિલ્હીએ ૧૫ નવેમ્બરથી શરૂ થતા એક સપ્તાહ માટે શારીરિક વર્ગો સ્થગિત કરવાનો ર્નિણય કર્યાના એક દિવસ બાદ આ ર્નિણય આવ્યો છે. શાળાઓ બંધ કરવા ઉપરાંત, દિલ્હી સરકારે સરકારી વિભાગોને ઘરેથી કામ કરવા કહ્યું છે અને ખાનગી કચેરીઓને એક અઠવાડિયા સુધી શક્ય તેટલું ઘરેથી કામ કરવા વિનંતી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.