Western Times News

Gujarati News

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી થયેલ ઉજવણી

જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 09 માર્ચ, 2020 ના સોમવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 534મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ કરે છે અને ભકતો રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ રાખે છે.


જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રારંભ સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણ સ્વંયમ થકી કરવા ઈચ્છતા હતા તેમજ સ્વંયમના ઉદાહરણ દ્રારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી શ્રીમતી રાધારાની કે જે ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે એક ભક્તરૂપે પ્રગટયા હતા. તેમના અવતરણના આ દિવસને ગૌરપૂર્ણિમા ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.

ભક્ત સમુદાય દ્રારા શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામનુ રટણ કરવાના ઉદેશનો પ્રસરાવ કર્યો એ ઉદેશનું નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમ્યાન કરવામાં આવ્યું. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના આધ્યાત્મિક ધ્વનિતરંગોથી ગૂંજી ઉઠયો હતો અને ભકતોની આધ્યાત્મિકતાને વેગ મળતા તેમના ભગવાન પ્રત્યેના ભક્તિમય સમર્પણમાં ઉમેરો થયો હતો. બપોરના સમયે, ભગવાનશ્રીને 108 પ્રકારના વિવિધ વ્યંજનો સાથે રાજભોગ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત સર્વ ભક્તોને રાજભોગનો પ્રસાદનો લાભ આપવામાં આવ્યો.

હાલમાં આખા જગતભરમાં પ્રસરેલ કોરોના વાયરસથી મંદિરના વહીવટીકર્તાઓ ચિંતિત છે અને આથી અમોએ ઉત્સવ દરમ્યાન મંદિર આવતા દર્શનાથીઓને અગમચેતીના ભાગરૂપે કોઈ પણ આરોગ્ય સંબધિત સમસ્યાઓ ટાળવા સારી હાઈજીન પ્રેકટિસને અનુસરવા જાહેર નિવેદન કરવામાં આવ્યું. દર્શનાર્થીઓને છીંક અને શરદીના લક્ષણો જણાતા સંબધિત ફીઝીશીયનની મુલાકાત લેવા માટે અને ભલામણ કરેલ જરૂરી પ્રિસ્ક્રિપ્શનને અનુસરીને યોગ્ય સારવાર લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. ભગવાન શ્રીકૃષ્ણ ને દરેકે સારા સ્વાસ્થય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરી.

શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (ભગવાન શ્રીચૈતન્ય અને શ્રી નિત્યાનંદા) ને સુંદર પૂષ્પોથી સુશોભિત પાલકીમાં મંદિરના અધિકારશ્રેત્રમાં વિહાર કરાવવામાં આવ્યો. ચૌતરફનું વાતાવરણ હરેકૃષ્ણ મંત્રના નાદથી અને
ઢોલનગારાના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.

પાલકી ઉત્સવ બાદ ભગવાનશ્રી નો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો જેમાં તેમને વિવિધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ, અને 7 પવિત્ર નદીઓમાંથી એકત્ર કરેલ જળના 108 કળશ દ્રારા અભિષેક કરવામાં આવ્યો. અભિષેક દરમ્યાન ગૌરઆરતી ભજન ગાઈને ખાસ આરતી ઉતારવામાં આવી. પછી ભગવાનશ્રીને 108 પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો-મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો. હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા ભગવાન “શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલા” વિષયવસ્તુ પર ખાસ નાટક “ચિંતામણી“ ભજવવામાં આવ્યું હતું. ઉત્સવના અંતમાં અતિભવ્ય મહા આરતી પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.