હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલા પ્રભુપાદનો 124મો વ્યાસ પૂજા મહોત્સવ ઉજવવામાં આવ્યો
વિશ્વવ્યાપી હરેકૃષ્ણ ચળવળના સ્થાપક-આચાર્ય શ્રીલા પ્રભુપાદના જન્મ થયાના દિવસને વ્યાસ પૂજા તરીકે ઉજવવામાં આવે છે. શ્રીલા પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે (જન્માષ્ટમીના બીજા દિવસે) વર્ષ 1896 માં થયો હતો.
વેદોનો ઉદ્.ભવ સર્વોચ્ચ ભગવાન શ્રી કૃષ્ણમાંથી થયો છે. ભગવાન શ્રી કૃષ્ણએઆવૈદિકજ્ઞાન બ્રહ્માંડના સર્જક ભગવાન બ્રહ્માને આપ્યું હતું. બ્રહ્માએ તેમના પુત્ર નારદને આપ્યું, જેમણે આ જ જ્ઞાન વ્યાસદેવને આપ્યું. વ્યાસદેવે વૈદિક જ્ઞાનનું સંકલન કર્યું અને સાથોસાથ અઢાર પુરાણોની રચના પણ કરી.
તેમના આધ્યાત્મિક ગુરુ નારદની સૂચના હેઠળ, તેમણે શ્રીમદ્ ભાગવતમ્ પણ લખ્યું, જેને નિષ્કલંક પુરાણ કહેવામાં આવે છે. તેમણે વિશ્વભરમાંઆ જ્ઞાનનો ફેલાવો તેમના શિષ્યો દ્વારા કર્યો હતો.
વ્યાસદેવથી ઉતરતા ઉત્તરાધિકારનીઆ પરંપરામાં આવતા એક વિશ્વાસપાત્ર આધ્યાત્મિકગુરુ(સ્પીરીચ્યુલ માસ્ટર)ને વ્યાસ દેવનો પ્રતિનિધિ માનવામાં આવે છે. શ્રીલ પ્રભુપાદ આ શિસ્ત અનુગામીમાં 32માં આચાર્ય છે અને તેમના શિષ્યો તેમના જન્મના આ દિવસને વ્યાસ પૂજા તરીકે ઉજવે છે. વિશ્વવ્યાપી હરે કૃષ્ણ ચળવળના ભક્તો માટે આ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભક્તો બપોર સુધી ઉપવાસ કરે છે.
આધ્યાત્મિક ગુરુને અર્પણ કરવા માટે વિવિધ વાનગીઓબનાવવામાં આવે છે, જેનેભગાવન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. શ્રધ્ધાળુઓ શ્રીલા પ્રભુપાદના મહિમાનું ગુણગાન કરતા તેમના દ્વારા રચિત કૃતિનું ગાન કરીને આદર આપે છે. શ્રીલ પ્રભુપાદનો ભવ્ય અભિષેક કરવામાં આવે છે અને બધા ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.