હરેન પંડ્યાની હત્યા કેસમાં ૧૨ને આજીવન કેદની સજા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૦૩ માં ભૂતપૂર્વ ગુજરાતના ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, અને તમામને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે હરેન પંડયા હત્યા કેસમાં ૧ર આરોપીઓને નિર્દોષ છોડયા હતા જેની સામે સુપ્રીમમાં અરજી કરાઈ હતી અને સુપ્રીમકોર્ટમાં લંબાણપૂર્વકની બંને પક્ષોની દલીલો બાદ આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે રાજયના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયા લો ગાર્ડન નજીક મો‹નગ વોકમાં નીકળ્યા હતા ત્યારે શાર્પ શુટરોએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી જેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો હતો આ કેસમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે આ કેસમાં આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
સજા પામેલા આરોપીઓમો |
(૧) મોહંમદ રઉફ |
(ર) મોહંમદ પરવેઝ અબ્દુલકયામશેખ |
(૩) પરવેઝખાન પઠાણ |
(૪) મોહંમદ ફારૂક |
(પ) શાહનવાઝ ગાંધી |
(૬) કાલીમ એહમદ |
(૭) રેહાન પુઠાવાલા |
(૮) મોહંમદ રિયાઝ સરેશવાલા |
(૯) અનિસ માચીસવાલા |
(૧૦) મોહંમદ યુનુસ સરેશવાલા |
(૧૧) મોહંમદ શેફુદ્દિનનો |
આ કેસની તપાસ પૂર્ણ કર્યા બાદ ર૦૦૭ના વર્ષમાં ટ્રાયલ કોર્ટે ૧ર આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ર૦૧૧ના વર્ષમાં હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા હાઈકોર્ટે નોંધ્યુ હતું કે આ કેસની તપાસ ખોટી દિશામાં થઈ છે હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને સુપ્રિમકોર્ટે આ અરજી દાખલ કરી બંને પક્ષોની દલીલો સાંભળી હતી દલીલો પૂર્ણ થયા બાદ સુપ્રીમકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે ચુકાદો જાહેર કર્યો હતો સવારે સુપ્રીમકોર્ટની કામગીરી શરૂ થતાં જ જસ્ટીસ અરૂણ મિશ્રા અને વિનીત શરણની ડીવીઝન બેંચે તમામ ૧ર આરોપીઓને દોષિત જાહેર કરી ઉમરકેદની સજા ફરમાવી છે.
સજા પામેલા આરોપીઓમો (૧) મોહંમદ રઉફ (ર) મોહંમદ પરવેઝ અબ્દુલકયામ શેખ (૩) પરવેઝખાન પઠાણ (૪) મોહંમદ ફારૂક (પ) શાહનવાઝ ગાંધી (૬) કાલીમ એહમદ (૭) રેહાન પુઠાવાલા (૮) મોહંમદ રિયાઝ સરેશવાલા (૯) અનિસ માચીસવાલા (૧૦) મોહંમદ યુનુસ સરેશવાલા (૧૧) મોહંમદ શેફુદ્દિનનો સમાવેશ થાય છે.