હરે કૃષ્ણ મુવમેન્ટ વાર્ષિક સપ્તમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી
હરે કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિક સપ્તમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર,ભાડજ ખાતે શુક્રવાર તા. 29 એપ્રિલ થી મંગળવાર 03 મે, 2022 દરમ્યાન ઉજવી રહ્યું છે. પાંચ દિવસ સુધી ઉજવનાર આ પાટોત્સવની ઉજવણી હરે કૃષ્ણ મંદિર ના વાર્ષિકોત્સવ તથા હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાનના આ શુભ દિને થયેલ આગમનના પ્રસંગને દર્શાવે છે.
મંદિરનુ ઉદઘાટન તા. 21 એપ્રિલ, 2015 ના રોજ અક્ષયતૃતિયાના શુભદિને કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ ભગવાન અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (કૃષ્ણ-બલરામ સ્વરૂપ) ભગવાનશ્રી ની ઉપસ્થિત અને તેમના મૂર્તિરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ સ્થાપ્ન ના શુભપ્રસંગને સિમાચિહ્ન રૂપે દર્શાવે છે.
હરેકૃષ્ણ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવના ઉજવણીની શરૂઆત તા. 29 એપ્રિલ, 2022 શુક્રવારના રોજ શરૂ થઈ તા. 03 મે, 2022 મંગળવાર, અક્ષયતૃતિયાના શુભિદન સુધી એમ સતત પાંચ દિવસ થનાર છે.
દરરોજ સાંજે 6 વાગ્યાથી ઉત્સવની શરૂઆત થનાર છે. સમીસાંજમાં ખાસ કાર્યક્રમો જેવા કે પાલકી ઉત્સવ, સ્વર્ણરથ ઉત્સવ, મંદિરના વિશાળ કુંડમાં નૌકા વિહાર, ગરુડ વાહન ઉત્સવ, હંસ વાહન ઉત્સવ, ગજ વાહન ઉત્સવ, મહાઅભિષેક, ઝૂલન ઉત્સવ અને શ્રી શ્રી રાધા માધવની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવશે. “ભાગવતમ રસમાલયમ”નુ ગાન, અભિદેય – દ કથકર્સ દ્રારા કૃષ્ણલીલા વિષયવસ્તુ પર કથક નૃત્ય નું નિરૂપણ જેવા આહલાદક સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શ્રી પ્રહર વોરા એન્ડ ગ્રુપ દ્રારા સુંદર ભજનસંધ્યાનો કાર્યક્રમની સાથે હિંડોળા ઉત્સવ સમીસાંજે ઉજવાતા ભક્તોના ઉત્સાહમાં વધારો કરશે.
દરરોજ સવારે એક ખાસ પાટોત્સવ યજ્ઞ કરવામાં આવનાર છે. તા. 29 એપ્રિલ,2022 નો રોજ પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં ભવ્ય રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. તા. 30 એપ્રિલ, 2022 ના રોજ ઉત્સવમાં શ્રી શ્રી રાધામાધવને વિશેષ રીતે બનાવવામાં આવેલ સ્વર્ણરથમાં ભગવાનશ્રીને વિહાર કરાવવામાં આવશે અને ત્યાર બાદ સુંદર પુષ્પોથી સુશોભિત નૌકામાં મંદિરના વિશાળ કુંડમાં વિહાર કરાવવામાં આવશે.
આ વિશાળ કુંડ પુષ્પોથી સુશોભિત અને રંગબેરંગી પ્રકાશથી ઝળહળતો હશે. આવો સુંદરનજારો (દ્રશ્ય) સૌ કોઈને ખૂબજ નયનરમ્ય બની રહેશે. ભગવાન શ્રી રાધામાધવ માટે નૌકાવિહાર, શ્રી પ્રહર વોરા એન્ડ ગ્રુપ દ્રારા ભજન સંધ્યાનો કાર્યક્રમ અને હિંડોળા ઉત્સ્વ યોજવામાં આવશે. તા. 01 મે, 2022 ના શુભદિવસે શ્રી શ્રી રાધામાધવની સાંજે 6 વાગ્યે રથયાત્રા નિકાળવામાં આવશે. સર્વશક્તિમાન શ્રી શ્રી રાધામાધવની ખાસપ્રકારના બનાવેલ ભવ્ય ગરુડ વાહન અને હંસ વાહન રથમાં મંદિર પરિસરની આસપાસ ભવ્ય રથયાત્રા નિકાળવામાં આવશે.
તદ્ઉપરાંત સાથોસાથ સાંજે 8 વાગ્યાથી અભિદેય – દ કથકર્સ દ્રારા કૃષ્ણલીલા વિષયવસ્તુ પર કથક નૃત્ય નું નિરૂપણ કરવામાં આવનાર છે. તા. 02 મે, 2022 ના શુભદિવસે શ્રી શ્રી રાધામાધવની સાંજે 6 વાગ્યે રથયાત્રા નિકાળવામાં આવશે. સર્વશક્તિમાન શ્રી શ્રી રાધામાધવની ખાસપ્રકારના બનાવેલ ભવ્ય ગજ વાહન રથમાં મંદિર પરિસરની આસપાસ ભવ્ય રથયાત્રા નિકાળવામાં આવશે. તદ્ઉપરાંત સાથોસાથ હરે કૃષ્ણ મંદિર ના ભક્તો દ્રારા ભવ્ય હરિનામ સંકીર્તન નું નિરૂપણ કરવામાં આવનાર છે.
ઉજવાઈ રહેલ પાટોત્સવના પાંચમાં દિવસે, અક્ષયતૃતિયાના શુભદિને, તા. 03 મેના રોજ સર્વશક્તિમાન શ્રી શ્રી રાધામાધવને સાંજના 6 વાગ્યાથી ચૂરના અભિષેક અર્પણ કરવામાં આવશે. આ એક પારંપરિક દિવ્યસ્નાન વિધિ છે જેમાં ભગવાનશ્રીને હળદર અને અન્ય પવિત્ર પદાર્થો(વસ્તુઓથી) અભિષેક કરવામાં આવશે. મંદિરમાં ભગવાનને (શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ) ને મંદિરના મુખ્ય સભાખંડમાં ભવ્ય અભિષેક અર્પણ કરવામાં આવશે.
આખા વર્ષ દરમ્યાન આ શુભઅવસર પર જ પ્રાણપ્રતિષ્ઠા કરેલ બધી દેવપ્રતિમાઓના એક સાથે થતા અભિષેક નિહાળવાનો લાહવો પ્રાપ્ત થાય છે.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ તા. 29 એપ્રિલ થી 03 મે, 2022 સુધી ઉજવાઈ રહેલ આ પાવન મહોત્સવમાં ભાગ લેવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.