હર્ષલ પટેલ અને રિયાન પરાગ વચ્ચે બબાલ થઈ
મુંબઈ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલ ૨૦૨૨ના ૩૯મા મુકાબલામાં ઓલરાઉન્ડર રિયાન પરાગે મુશ્કેલીના સમયમાં રમેલી અણનમ ૫૬ રનની ઈનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૧૪૫ રનનું લક્ષ્ય આપ્યું હતું. રાજસ્થાને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૪ રન બનાવ્યા.
રિયાન પરાગે હર્ષલ પટેલે ફેંકેલી છેલ્લી ઓવરમાં એક ચોગ્ગા અને બે છગ્ગા સહિત ૧૮ રન બનાવ્યા હતા. રિયાન પરાગ જ્યારે ઈનિંગ્સનો છેલ્લો દડે છગ્ગો ફટકાર્યા પછી પેવેલિયન તરફ પાછો જઈ રહ્યો હતો, ત્યારે બોલર હર્ષલ પટેલ કંઈક બોલતો-બોલતો તેની પાસે જાેવા મળ્યો. તે પછી બંને વચ્ચે બબાલ થતી જાેવા મળી.
કેટલાક સાથી ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો આગળ વધતો અટકાવી દીધો. જાેકે, બ્રોડકાસ્ટરે તરત જ બ્રેક લઈ લીધો હતો, પરરંતુ ત્યાં સુધીમાં ફેન્સને સમગ્ર મામલો સમજાઈ ગયો હતો. આ હોટ ટોકનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મેચમં બેંગલોર તરફથી મોહમ્મદ સિરાજ, જાેશ હેઝલવુડ અને વાનિંદુ હરસંગાએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલને પણ એક વિકેટ મળી હતી. આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાને પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી ૪૩ રન બનાવ્યા હતા.
જેમાં દેવદત્ત પડિક્કલ (૭), રવિચંદ્રન અશ્વિન (૧૭) અને જાેસ બટલર (૮) જલદી પેવેલિયન પાછા ફરી ગયા હતા. આ દરમિયાન કેપ્ટન સંજૂ સેમસને કેટલાક મોટા શોટ્સ લગાવ્યા. તો, બીજા છેડે ડેરિલ મિશેલે કેપ્ટનનો સાથ આપ્યો. પરંતુ. ૯.૩ ઓવરમાં હસરંગાએ સેમસન (૨૭)ને બોલ્ડ કરી દીધો.
એ સમયે રાજસ્થાનના ૪ વિકેટ ૬૮ રન થયા હતા. તે પછી છઠ્ઠા નંબરે આવેલા રિયાન પરાગે મિશેલ સાથે મળીને ઈનિંગ્સને આગળ વધારી. પરંતુ ૧૫મી ઓવરમાં હેઝલવુડે મિશેલ (૧૬) અને ૧૬મી ઓવરમાં હસરંગાએ શિમરોન હેટમાયર (૩) પેવેલિયન ભેગા કરી દીધા.
જેનાથી રાજસ્થાને ૧૦૩ રન પર જ છ વિકેટ ગુમાવી દીધી. ૧૮મી ઓવરમાં હર્ષલ પટેલના દડા પર ટ્રેન્ટ બોલ્ટ (૫) કેચ આઉટ થઈ ગયો. તે પછી, પ્રસિદ્ધ કૃષ્ણા (૨) રન આઉટ થઈ ગયો. જાેકે, બીજા છેડા પર પરાગ ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવતો રહ્યો.SSS