હર્ષવર્ધન રાણેને ‘સનમ તેરી કસમ’ની રી-રિલીઝ ખૂબ ફળી છે

‘દિવાનીયત’ને ૨૦૨૫માં જ રિલીઝ કરવાનું આયોજન છે, પરંતુ હજુ રિલીઝ ડેટ નક્કી થઈ નથી
દિવાનીયતમાં સોનમ બાજવા બનશે એન્ગ્રી વુમન
મુંબઈ,હર્ષવર્ધન રાણેને ‘સનમ તેરી કસમ’ની રી-રિલીઝ ખૂબ ફળી છે. ડાયરેક્ટર મિલાપ ઝવેરીએ હર્ષવર્ધન રાણે સાથે નવી ફિલ્મ ‘દિવાનીયત’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન સાથે લીડ રોલમાં સોનમ બાજવાને પસંદ કરાઈ છે. ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરતી વખતે ટીમમાં સોનમના સમાવેશ અને તેના રોલ અંગે જાણકારી અપાઈ હતી. ફિલ્મમાં સોનમ બાજવાની ઓળખ એન્ગ્રી વુમન તરીકે આપવામાં આવી છે. પંજાબી ફિલ્મની જાણીતી એક્ટ્રેસ સોનમે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરેલું છે. હિન્દીમાં તે અક્ષય કુમાર સાથે ‘હાઉસફુલ ૫’ અને ‘બાગી ૪’માં જોવા મળશે.
‘દિવાનીયત’ને ૨૦૨૫માં જ રિલીઝ કરવાનું આયોજન છે, પરંતુ હજુ રિલીઝ ડેટ નક્કી થઈ નથી. મિલાપ ઝવેરી અગાઉ ‘મસ્તીઝાદે’, ‘સત્યમેવ જયતે’ અને ‘મરજાવાં’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આગામી ફિલ્મનું પોસ્ટર શેર કરતાં ઝવેરીએ કહ્યું હતું કે, તેની સ્ટોરીમાં પેશન અને હાર્ટબ્રેક છે.હર્ષવર્ધન અને સોનમે આ પોસ્ટને રીશેર કરી હતી અને ‘દિવાનીયત’ને ફાયર ઓફ લવ તરીકે ઓળખાવી હતી. પોસ્ટરમાં લોહીથી ખરડાયેલો પુરુષનો હાથ છે અને એક મહિલા તેને લાઈટરથી આગ લગાવી રહી છે. બેકગ્રાઉન્ડમાં એક અવાજ આવે છે, એન્ગ્રી વુમનના પ્રેમની ઝંખના નહીં રાખવા માટે તે આ પુરુષને કહે છે.
તરત જ એક મહિલાનો અવાજ આવે છે, તેરા પ્યાર પ્યાર નહીં, તેરી ઝિદ હૈ. જિસે તુ પાર કર રહા હૈ વો હર હદ કી હદ હૈ. જલ જાઉંગી, મિટ જાઉંગી પર ખાતી હું મૈં કસમ. તેરે ઈશ્ક મૈં ઝુલ જાઉં મૈં નહીં વો સનમ. તેરે લિયે મેરે દિલ મૈં મોહબ્બત નહીં, નફરત હૈ. તુઝે તબાહ જો કર દેગી, વો મેરી દિવાનીયત હૈ. આ એક ડાયલોગ સાથે જ ફિલ્મની સ્ટોરીનો પણ અંદાજ આવી જાય છે. તેમાં લવ સ્ટોરીની સાથે એક્શન અને થ્રિલર પણ છે. ફિલ્મના મેકર્સે દમદાર મ્યૂઝિક સાથે અનોખી લવ સ્ટોરી લાવવાનો ઈરાદો વ્યક્ત કર્યાે છે. SS1