હર્ષા એન્જિનીયર્સ ઇન્ટરનેશનલે RS. 755 કરોડનું ફંડ ઊભું કરવા સેબીમાં DRHP ફરી ફાઇલ કર્યું
અમદાવાદ, ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં આવકની દ્રષ્ટિએ સચોટ બેરિંગ કેજની સૌથી મોટી ઉત્પાદક અમદાવાદની હર્ષા એન્જિનીયર્સે એના આઇપીઓ માટે એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ રજૂ કર્યું છે. અગાઉ કંપનીએ ઓગસ્ટ, 2018માં નિયમનકાર સક્ષમ એના ડ્રાફ્ટ પેપર રજૂ કર્યા હતા.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મુજબ, ઓફરમાં RS. 455 કરોડના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને હાલના શેરધારકો દ્વારા RS. 300 કરોડ સુધીના વેચાણની ઓફર સામેલ છે.
આ ઓફર રાજેન્દ્ર શાહ દ્વારા RS. 66.75 કરોડ સુધીના, હરિશ રંગવાલા દ્વારા RS. 75 કરોડ સુધીના, પિલક શાહ દ્વારા RS. 16.50 કરોડ સુધીના, ચારુશીલા રંગવાલા દ્વારા RS. 75 કરોડ સુધીના, નિર્મલા શાહ દ્વારા RS. 66.75 કરોડ સુધીના વેચાણની ઓફર ધરાવે છે. ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે રિઝર્વેશન પણ સામેલ છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી આવકમાંથી RS. 270 કરોડ સુધીનો ઉપયોગ ધિરાણકારો પાસેથી પ્રાપ્ત લોનની આંશિક પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરવા માટે થશે, મશીનરી ખરીદવા માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ફંડ પૂરું પાડવા તથા માળખાગત રિપેરિંગ અને હાલની ઉત્પાદન સુવિધા માટે અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે થશે.
વર્ષ 1986માં પ્રમોટર્સ અને ડિરેકટર્સ હરિશ રંગવાલા અને રાજેન્દ્ર શાહ દ્વારા સ્થાપિત એન્જિનીયરિંગ વ્યવસાય 35 વર્ષથી કાર્યરત છે, જે મુખ્યત્વે ઓટોમોટિવ, એવિએશન અને એરોસ્પેસ, રેલવે, નિર્માણ, માઇનિંગ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કૃષિ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં કાર્યરત છે.
કંપની 20 એમએમથી 2,000 એમએમના ડાયામીટર સુધીના બેરિંગ કેજની બહોળી રેન્જ ઓફર કરે છે. કેલેન્ડર વર્ષ 2020માં આ ભારતીય બેરિંગ કેજના બજારમાં સંગઠિત સેગમેન્ટમાં અંદાજે 50 ટકા બજારહિસ્સો તથા બ્રાસ, સ્ટીલ અને પોલીએમાઇડ કેજ માટે આંતરરાષ્ટ્રીય સંગઠિત બેરિંગ કેજમાં 5.2 ટકા બજારહિસ્સો ધરાવતી હતી. કંપની જટિલ અને વિશેષ સચોટ સ્ટેમ્પ્ડ ઘટકો, વેલ્ડેડ એસેમ્બલી, બ્રાસ કાસ્ટિંગ અને કેજ તથા બ્રોન્ઝ કાસ્ટિંગ અને બુશિંગનું ઉત્પાદન પણ કરે છે.
અમદાવાદની કંપની તમામ વિસ્તારો અને અંતિમ-યુઝર ઉદ્યોગોમાં વિવિધ સચોટ ઇજનેરી ઉત્પાદનો ઓફર કરે છે, જેમાં એન્જિનીયરિંગ બિઝનેસ સામેલ છે, જે બેરિંગ કેજ (બ્રાસ, સ્ટીલ અને પોલીએમાઇડ સામગ્રીમાં), જટિલ અને વિશેષ સચોટતા ધરાવતા સ્ટેમ્પ્ડ ઘટકો, વેલ્ડેડ એસેમ્બલી અને બ્રાસ કાસ્ટિંગ અને કેજીસ તથા બ્રોન્ઝ બુશિંગ્સ તથા સોલર ઇપીસી વ્યવસાય સામેલ છે, જે અંતર્ગત કંપની તમામ સોલર ફોટોવોલ્ટેઇક જરૂરિયાતો માટે સંપૂર્ણ સઘન ટર્નકી સમાધાનો પ્રદાન કરે છે.
30 સપ્ટેમ્બર, 2021 સુધી કંપનીએ 7,205 બેરિંગ કેજ અને 295થી વધારે અન્ય ઉત્પાદનોનું નિર્મઆણ કર્યું છે. ઉપરાંત છેલ્લાં ત્રણ વર્ષમાં એનાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઇનોવેશન સેન્ટરે જુદાં જુદાં બેરિંગ પ્રકારોમાં 1,200થી વધારે ઉત્પાદનો વિકસાવ્યાં છે.
કંપની પાંચ વ્યૂહાત્મક ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જેમાંથી એની બે મુખ્ય સુવિધાઓ ભારતમાં ગુજરાતમાં અમદાવાદ નજીક ચાંગોદર અને મૌરૈયામાં એક-એક છે તથા ચીનના ચાંગ્શુમાં એક ઉત્પાદન એકમ છે તથા એક એકમ રોમાનિયામાં ગિમ્બાવ બ્રેસોવમાં છે, જે એને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારે અસરકારક રીતે અને વાજબી ખર્ચે પહોંચવામાં મદદ કરે છે તથા પાંચ ખંડો એટલે કે ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં 25થી વધારે દેશોમાં એના ગ્રાહકોને સુલભતા પ્રદાન કરે છે.
નાણાકીય વર્ષ 2020-21માં હર્ષા એન્જિનીયર્સે RS. 873.75 કરોડની આવક પર RS. 45.44 કરોડનો નફો કર્યો હતો, જેમાં છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં બે તૃતિયાંશ આવક ભારતની બહારથી થઈ છે. 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં કંપનીએ RS. 629.46 કરોડની આવક પર RS. 43.71 કરોડનો નફો કર્યો હતો, જે એની આવકમાં 64.6 ટકા છે.
ભારતીય બેરિંગનું બજાર વર્ષ 2015થી વર્ષ 2019 સુધી 7.2 ટકાના સીએજીઆર પર વધ્યું હતું, જે માટે કોવિડ-19 મહામારીની આંતરરાષ્ટ્રીય અસર અને પરિણામી લોકડાઉનની અસર જવાબદાર હતી, જેના પગલે બેરિંગની માગમાં ઘટાડો થયો હતો. જોકે આગળ જતાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાથી વર્ષ 2021થી વર્ષ 2029 દરમિયાન બજાર 7.9 ટકાના સીએજીઆર પર વધશે એવી અપેક્ષા છે અને વર્ષ 2029માં અંદાજે 9 અબજ ડોલરનું થઈ જશે.
આ ઇશ્યૂ માટે એક્સિસ કેપિટલ લિમિટેડ ઇક્વિરસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ અને જે.એમ. ફાઇનાન્શિયલ લિમિટેડને બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.