હર્ષ સોનાક્ષી સિન્હા સાથે લગ્નેત્તર સંબંધ ઈચ્છે છે

મુંબઇ, હાલમાં જ મમ્મી-પપ્પા બનેલા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનો ધ ખતરા ખતરા ખતરા શો તેના ફન કોન્સેપ્ટના કારણે દર્શકો તરફથી ખૂબ પ્રેમ અને પ્રશંસા મેળવી રહ્યો છે. હાલમાં બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા શો સાથે જાેડાઈ હતી અને મનોરંજનનો ડોઝમાં ઉમેરો કર્યો હતો. શૂટ દરમિયાન ગેસ્ટ બનેલી સોનાક્ષી સિન્હાની હાજરીમાં શો પર હર્ષ લિંબાચિયાએ ચોંકાવનારી કબૂલાત કરી હતી.
ફન સેગ્મેન્ટ દરમિયાન હર્ષ લિંબાચિયા, નિશાંત ભાટ અને વિશાલ આદિત્ય સિંહે તેમના તે ગુણો દર્શાવ્યા હતા, જે તેમને મોસ્ટ ડિઝાયરેબલ મેન બનાવે છે.
તેના પર પ્રતિક્રિયા આપતા સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે, ‘મને એક વ્યક્તિમાં આ તમામ ક્વોલિટી જાેઈએ છે. જે બાદ, હર્ષ લિંબાચિયા, નિશાંત ભાટ અને વિશાલ આદિત્ય સિંહે સોનાક્ષી સિન્હા સાથે ફ્લર્ટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર એક્ટ્રેસે કહ્યું હતું કે ‘તમે લોકો કેમ મારા લગ્નની પાછળ પડ્યા છો? મને સિંગલ જાેઈને તમને ખુશી નથી મળતી?’.
આ સમયે હર્ષે તેની આશ્ચર્યજનક પ્રતિક્રિયાથી સ્ટેજ પર હાજર બધાને ચોંકાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે ‘મારા લગ્ન ભારતી સાથે થયા છે પરંતુ તમને એક્સ્ટ્રા-મેરિટલ અફેર્સ (લગ્નેત્તર સંબંધો) માટે પૂછવું હતું’. આ સાંભળીને સોનાક્ષી સિન્હાનું રિએક્શન જબરદસ્ત હતું. ધ ખતરા ખતરા ખતરા શો, ફન ગેમ શો છે જે દર્શકોને મનોરંજન પૂરું પાડે છે.
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ દેશનો પહેલો કોમેડી-ગેમ શો લોન્ચ કરીને એક બેન્ચમાર્ક સેટ કર્યું છે. પોપ્યુલર સેલિબ્રિટી તેમાં ભાગ લે છે અને પ્રેંક, ટાસ્ક તેમજ ગેમ રમે છે. આ સીઝનમાં પણ ભારતી અને હર્ષ તેમના ફેન્સને લાફ્ટર ડોઝ આપતા જાેવા મળી રહ્યા છે.
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની વાત કરીએ તો, હાલમાં જ તેઓ મમ્મી-પપ્પા બન્યા છે. તેમના ઘરે ૩ એપ્રિલે દીકરાનો જન્મ થયો. કપલે આ ગુડન્યૂઝ ફેન્સ સાથે શેર કરતાં સોશિયલ મીડિયા પર મેટરનિટી ફોટોશૂટની તસવીર શેર કરી હતી અને સાથે લખ્યું હતું ‘ઈટ્સ અ બોય’. ભારતી અને હર્ષે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા, ગયા વર્ષે તેમણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.SSS