હર હર ભોલે …બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ભગવાન શિવનું ધરતી પરના આગમનની રાત્રી એટલે મહાશિવરાત્રી, મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયો બમ બમ ભોલે, ઓમ નમઃ શિવાય’ ના મંત્રોથી ગુંજી ઉઠ્યા છે. શિવાલયો પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. આસોપાલવ તથા હજારીગલના ગોટાથી મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા છે.
શિવાલયમાં શિવજીની કૃપા મેળવવા દૂધ, કાલા તલ, શેરડીનો રસ તથા જળનો અભિષેક કરી બિલ્વ પત્ર તથા ધત્ત્ુરાના ફૂલ, ચઢાવવાનું અતિ મહત્ત્વ છે. દરેકના હોઠ પર ‘ઓમ નમઃ શિવાય’ મંત્ર જાવા મળે છે.
શહેરના અતિ પૌરાણિક મહાદેવ કર્ણમુક્તેશ્વર મહાદેવ, રખિયાલમાં આવેલા ચકુડીયા મહાદેવ, અસારવામાં આવેલા નીલકંઠ મહાદેવ, લા કોલેજ પાસે આવેલા સમર્થેશ્વર મહાદેવ, શારદા મંદિર રોડ ઉપર આવેલા ભીમનાથ મહાદેવ, સાબરના કીનારે આવેલ ‘કાશી વિશ્વનાથ’ પાલડી નૂતન સોસાયટીના કૃષ્ણોશ્વર હાટકેશ્વર મહાદેવ, નારણપુરામાં આવેલા કામેશ્વર મહાદેવ, સહિત ગુજરાતના શિવાલયો વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જાવા મળી રહી છે.ે મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમનું વિશિષ્ઠ આયોજન પણ કરવામાં આવ્યુ છે.
કામેશ્વર મહાદેવમાં સવા લાખ બિલી પત્રનો અભિષેક તથા સાંજના છ વાગ્યે ભવ્ય આરતી થશે. આજે શિવાલયોમાં ૪ પ્રહરની આરતી થશે. પ્રથમ પ્રહરની આરતી રાત્રીના ૯ વાગ્યે બીજા પ્રહરની આરતી રાત્રે ૧ર વાગ્યે ત્રીજા પ્રહરની આરતી રાત્રે ર વાગ્યે તથા ૪ થા પ્રહરની આરતી પરોઢે ચાર વાગ્યે થશે. શિવાલયોમાં હોમાત્મક યજ્ઞ તથા લઘુરૂદ્ર પણ કરાશે. રૂદ્રી રૂદ્રાષ્ટક પાઠ, શિવ માહિમાં નો પાઠ કરવાનુંં અતિ મહત્વ છે.
આજે લોક ોઅપવાસ કે ફરારળ ખાઈને શિવરાત્રી કરે છે. એક માન્યતા છે કે શિવજીને ભાંગ ખુબ જ પ્રિય છે. એટલે શિવાલયોમાં ભાંગનો પ્રસાદ પણ આપવામાં આવે છે. શિવજીના અભિષેકમાં પણ ભાંગ ધરાવવામાં આવે છે. જ્યોર્તિલંગ સોમનાથમાં ગઈકાલ રાતથી જ ભક્તોનું ઘોડાપુર જાવા મળે છે. મંદિર સવારે ૪ થી ભક્તોના દર્શર્નાથે સતત ૪ર કલાક ખુલ્લુ રહેશે અને અંતમાં ે‘શંભુ ચરણે પડી માંગુ વાડી ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન આપો’