હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા
શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર
(પ્રતિનિધિ) અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે આજે પ્રથમ સોમવાર હોવાથી હજારો શ્રધ્ધાળુઓ ‘હર- હર મહાદેવ’ના નાદ સાથે ભોલેનાથના દર્શનાર્થે શિવાલયોમાં સવારથી જ ઉમટી પડ્યા હતા. દેશના સૌ પ્રથમ જ્યોતિર્િંલગ સોમનાથમાં શિવભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સોમનાથમાં તાજેતરમાં સોમવતી અમાસના દિવસે ભારે ભીડ- ગીર્દીને કારણે ધક્કા મુક્કી સર્જાઈ હતી અને સોશિયલ ડીસ્ટન્સ નહી જળવાતા મંદિરના પ્રશાસને પાસ સિસ્ટમ શરૂ કરી હતી. જેને કારણે વ્યવસ્થા પણ જળવાય અને શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન નિર્વિધ્ને કરી શકે.
બીજી તરફ અમદાવાદ સહિત રાજયભરમાં શિવાલયોમાં ભક્તો “બમ બમ ભોલે”ના નાદ સાથે દર્શન કરવા પહોંચ્યા હતા જાેકે જાગૃત શ્રધ્ધાળુઓએ માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે ભગવાન દેવાધીદેવની પૂજા- અર્ચના કરી હતી. જાેકે શિવાલયોમાં શિવલીંગ પર અભિષેકની મંજૂરી નથી તેથી જળાભિષેકની સાથે અન્ય દ્રવ્યો ચઢાવવા દેવામાં આવતા નથી.
શિવાલયોમાં આવતા ભક્તજનોને સેનેટાઈઝ કરવાની સાથે ફરજીયાત માસ્ક સાથે જ જવા દેવામાં આવે છે. બીજી તરફ શિવાલયોમાં પ્રતિવર્ષ કરતા આ વખતે શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી જાેવા મળી રહી છે જયારે અમુક શિવાલયોમાં સારી એવી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી પહોંચ્યા હતા. શ્રધ્ધાળુઓએ ભગવાનની માનસ પૂજા કરી હતી. જળાભિષેક- ફૂલ- ફળાદી ભગવાન સમક્ષ મૂકવાની મનાઈ છે.
કોરોનાને કારણે શિવાલયોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા ઘટી છે. મોટાભાગના ભક્તોએ ઘરે જ જાપ- મંત્ર કરવાનું મુનાસીબ સમજયુ હતુ અનુષ્ઠાન- ઉપવાસ કરનારા હજારો- લાખો શ્રધ્ધાળુઓ પણ મંદિરે શિવપૂજા કરી શકતા નહી હોવાથી ઘરે જ પૂજા કરી હતી.